ભચાઉમાં 90 જણાના ટોળાએ પોલીસને ઘેરી, ફકાફલા પર હુમલો

February 16, 2025

કચ્છ- ભચાઉના લુણવા ગામે ખાતે પોલીસ કાફલા પર પથ્થરમારો, હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે છે. જેમાં ગઈકાલે શનિવારે રાત્રે જાનથી માર નાખવાની ધમકી મળતા ફરિયાદીની મદદ માટે PSI, મહિલા પોલીસ સહિતનો કાફલો ગામે પહોંચ્યો હતો. આ દરમિયાન આરોપીઓ સહિત 90 જેટલા શખ્સોના ટોળાએ પોલીસ કાફલાને ઘેરીને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના મામલે ભચાઉ પોલીસે 22 શખ્સ વિરૂદ્ધ નામજોગ અને અન્ય 60-70 ટોળા સામે હત્યાના પ્રયાસ, ફરજમાં રૂકાવટ, સરકારી વાહનમાં તોડફોડ કરી જાહેર સંપત્તિમાં નુકસાન સહિતની વિવિધ ભારેખમ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. મળતી માહિતી મુજબ, ભચાઉ તાલુકાના લુણવા ગામ ખાતે રહેતા પ્રવિણ ખેતાભાઈ કોલીએ ગઈકાલે શનિવારે રાજેશ સામત કોલી, શાંતિ ખેતા કોલી અને રમેશ મનજી કોલી વિરૂદ્ધમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘટના એમ છે કે, ગામમાં આરોપીઓ દ્વારા બનાવવામાં આવેલા મોટા બમ્પના કારણે વાહનોને નુકસાની ન થાય તે માટે ફરિયાદી પ્રવિણે બમ્પને થોડો તોડી નાખવા કહ્યું હતું. તેને લઈને આરોપીએ પ્રવિણને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.