સાસારામમાં બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, 3ના મોત, 15 ઘાયલ
September 30, 2024

બિહારના સાસારામમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં સાબરાબાદમાં નેશનલ હાઈવે પર ઉભેલા ટ્રકને બસ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં આઠ મહિલાઓ પણ સામેલ છે. તમામ ઘાયલોને સારવાર માટે સાસારામની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રાજસ્થાનના રહેવાસી છે. આ લોકો પિંડ દાન કરવા રાજસ્થાનના જલવારના કોટરા ગામથી બસ દ્વારા બોધ ગયા જઈ રહ્યા હતા. આ દરમિયાન બસ રોડની કિનારે ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો ગોવર્ધન સિંહ, રાજેન્દ્ર સિંહ અને બાલા સિંહના મોત થયા હતા, જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત રવિવારે રાત્રે થયો હતો.
Related Articles
ભારત અમારો અધિકાર છિનવવાના પ્રયાસમાં, IOCમાં પાકિસ્તાનની રોકકળ
ભારત અમારો અધિકાર છિનવવાના પ્રયાસમાં, IO...
Jul 18, 2025
EDની રડાર પર AAPના નેતા : મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ
EDની રડાર પર AAPના નેતા : મની લોન્ડરિંગન...
Jul 18, 2025
કેજરીવાલ 23-24 જુલાઈએ ગુજરાતના પ્રવાસે, ખેડૂત-પશુપાલક મહાપંચાયત યોજશે
કેજરીવાલ 23-24 જુલાઈએ ગુજરાતના પ્રવાસે,...
Jul 18, 2025
ભારતે Prithvi-II અને Agni-I બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું, જાણો વિશેષતા
ભારતે Prithvi-II અને Agni-I બેલિસ્ટિક મિ...
Jul 17, 2025
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિ...
Jul 16, 2025
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો...
Jul 16, 2025
Trending NEWS

17 July, 2025

17 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025