કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, આજથી નવા ભાવ લાગુ થશે

September 01, 2025

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ 19 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડર 51.50 રૂપિયાનો સુધારો કર્યો છે. નવી કિંમતો 1 સપ્ટેમ્બરથી લાગુ થશે. હવે દિલ્હીમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક ભાવ 1580 રૂપિયા થશે.

જોકે, 14.2 કિલોગ્રામ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગયા મહિને પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨૪ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કોર્પશિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રેસ્ટોરાં, હોટલ અને અન્ય કોમર્શિયલ સંસ્થાઓને રાહત મળશે, જેઓ તેમના દૈનિક કામગીરી માટે 19 કિલોગ્રામ એલપીજી સિલિન્ડર પર ભારે નિર્ભર છે.

કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં સતત ચોથા મહિને ઘટાડો કરવામાં આવ્યો છે. મેની શરૂઆતમાં, જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 14.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. અગાઉ, 1 એપ્રિલે, ભાવમાં પ્રતિ સિલિન્ડર 41 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.