સુરત નજીક ટ્રકનો કહેર, 4 લોકોને અડફેટે લેતા એકનું મોત, બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત
April 21, 2025
સુરતના કામરેજ નજીક નવા ગામે એક અકસ્માત સર્જાયો હતો. જેના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હોવાથી સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ટ્રાફિકને હળવો કરવા ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન માતેલા સાંઢની માફક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બે પોલીસકર્મી સહિત ચાર લોકોને અડફેટે લેતાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકે કામરેજ નજીક નવા ગામ બ્રિજ પાસે બોલેરો, ટ્રેલર અને ટ્રાફિક પોલીસવાનને અડફેટે લીધા હતા. જેમાં બોલરો ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી રફૂચક્કર થઇ ગયો હતો. જોકે પોલીસે ટ્રક ક્લીનરને પકડી પાડ્યો હતો અને ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
ગુજરાત ATS-રાજસ્થાન પોલીસનું ઓપરેશન, HPCL પાઇપલાઇનમાં પંચર પાડી ઓઇલ ચોરતી ગેંગના 8 ઝડપાયા
ગુજરાત ATS-રાજસ્થાન પોલીસનું ઓપરેશન, HPC...
Aug 12, 2026
11 ઓગસ્ટે અરવલ્લી-મહીસાગર-દાહોદ-પંચમહાલ-છોટા ઉદેપુરમાં ભારે વરસાદ, 12 થી 16 ઓગસ્ટે રાજ્યભરમાં છૂટાછવાયો વરસાદ
11 ઓગસ્ટે અરવલ્લી-મહીસાગર-દાહોદ-પંચમહાલ-...
Aug 11, 2026
અમરેલીના આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટરમાં ખાસ સીમિત ક્ષેત્ર બનશે, માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને કુદરતી હેબિટેટમાં રખાશે
અમરેલીના આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટ...
Aug 10, 2026
માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સીમિત ક્ષેત્રમાં રખાશે, કુદરતી હેબિટેટ બનાવાશે
માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સીમિત ક...
Aug 09, 2026
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન પથ્થરમારો: પોલીસ સાથે ઘર્ષણ થતાં ટીયર ગેસના શેલ છોડાયા
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિ...
Aug 09, 2026
પેથાપુરમાં દુષ્કર્મના 3 દિવસે સગીરાનું સારવાર દરમિયાન મોત, આરોપી યુવકની ધરપકડ
પેથાપુરમાં દુષ્કર્મના 3 દિવસે સગીરાનું સ...
Aug 09, 2026
Trending NEWS
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
10 August, 2026
10 August, 2026