મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી
May 31, 2026
અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ : 'માત્ર કેસ પેન્ડિંગ હોવાથી પાસપોર્ટ રિજેક્ટ ન થઈ શકે'
પ્રયાગરાજ : પ્રયાગરાજની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે એક અત્યંત સંવેદનશીલ મામલામાં 16 વર્ષીય સગીર રેપ પીડિતાને ગર્ભપાત કરવાની મંજૂરી આપી દીધી છે. કેસની સુનાવણી કરી રહેલા મહિલા ન્યાયાધીશ અંજુ કનૌજિયાએ જણાવ્યું કે, કોઈપણ મહિલાને પોતાના શરીર અને પ્રજનન સાથે જોડાયેલા નિર્ણયો લેવાનો સંપૂર્ણ અધિકાર છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે આ અધિકાર ભારતીય બંધારણના અનુચ્છેદ 21 (Article 21) હેઠળ મળતા જીવન જીવવાના, વ્યક્તિગત સ્વતંત્રતા અને નિજતા (પ્રાઇવસી) ના અધિકારનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. નજીકના સમયમાં કોઈ પગલાં ન લેવાયા : કોર્ટે નોંધ્યું કે પીડિતાના પરિવારે 9 મેના રોજ જ તપાસ અધિકારીને ગર્ભાવસ્થા વિશે જાણ કરી દીધી હતી, તેમ છતાં સમયસર ગર્ભપાતની પ્રક્રિયા માટે કોઈ પગલાં લેવાયા નહોતા. પીડિતા આશરે સાત અઠવાડિયાની જોડિયા ગર્ભાવસ્થા ધરાવતી હતી, જેના બંને ભ્રૂણ જીવિત હતા. કોર્ટે ચુકાદામાં ઉમેર્યું કે સગીરાઓ અને અનિચ્છનીય ગર્ભાવસ્થાના કિસ્સામાં મહિલાઓના પ્રજનન અધિકારો પર બિનજરૂરી અવરોધો ન લાદી શકાય. અદાલતે સંબંધિત તબીબી અધિકારીઓને કાયદાકીય જોગવાઈઓ અનુસાર તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે અન્ય એક મહત્વપૂર્ણ આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, માત્ર કોઈ ગુનાહિત કેસ (Criminal Case) પેન્ડિંગ હોવાના આધારે કોઈ નાગરિકના પાસપોર્ટની અરજીને યોગ્ય ઓર્ડર વિના અદ્ધરતાલ લટકાવી શકાય નહીં. જસ્ટિસ સરળ શ્રીવાસ્તવ અને જસ્ટિસ ગરિમા પ્રશાંતની ખંડપીઠે મરિયમ બાનો નામની મહિલાની અરજી પર આ ચુકાદો આપ્યો છે. અરજદારના વકીલ નિર્ભય કુમાર ભારતીએ કોર્ટને જણાવ્યું હતું કે, પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસે માત્ર પેન્ડિંગ કેસના કારણે પાસપોર્ટ પર કોઈ નિર્ણય લીધો નહોતો. તપાસના સ્તરે અરજી નકારી ન શકાય : કોર્ટે 'પવન કુમાર રાજભર વિરુદ્ધ ભારત સંઘ' કેસનો હવાલો આપીને કહ્યું કે, માત્ર તપાસના સ્તરે કોઈ કેસ પેન્ડિંગ હોવો તે પાસપોર્ટ નકારવાનો આધાર બની શકે નહીં. NOCની જરૂર નથી, પણ કોર્ટની મંજૂરી અનિવાર્ય : વિદેશ મંત્રાલયના 6 ડિસેમ્બર 2024ના ઓફિસ મેમોરેન્ડમ મુજબ અલગથી કોઈ NOCની જરૂર નથી, પરંતુ સંબંધિત કોર્ટમાંથી વિદેશ યાત્રાની પરવાનગીનો આદેશ હોવો ફરજિયાત છે.
Related Articles
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ...
Jun 05, 2026
પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆ...
Jun 05, 2026
મમતા બેનરજી યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે, મોટા ખેલની તૈયારીમાં
મમતા બેનરજી યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખ...
Jun 05, 2026
અનુમાન ખોટા સાબિત થયા, સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા
અનુમાન ખોટા સાબિત થયા, સંકટ વચ્ચે Q4માં...
Jun 05, 2026
'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી...', વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો
'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમ...
Jun 04, 2026
Trending NEWS
05 June, 2026
05 June, 2026
04 June, 2026
04 June, 2026
04 June, 2026
04 June, 2026
03 June, 2026
03 June, 2026
03 June, 2026
03 June, 2026