રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસના આરોપી એક્ટર તરુણને જેલમાં VIP ટ્રીટમેન્ટ

November 09, 2025

રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પકડાયેલો એક્ટર તરુણને જેલમાં ખાસ સુવિધા મળી રહી હોવાનું સામે આવ્યું છે. તરુણને જેલમાં મોબાઈલ, ટેલિવિઝન અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરાતી હોવાનું જણાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તરુણ પાસે જેલમાં ટીવી-મોબાઈલની સાથે ખાસ સુવાની વ્યવસ્થા, ખોરાક અને મનોરંજનના સાધન ઉપલબ્ધ છે. આ ઘટનાને લગતો એક વીડિયો પણ સામે આવ્યો છે.
આ ગોલ્ડ સ્મગલિંગનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો કે એક વરિષ્ઠ IPS અધિકારીની પુત્રી રાન્યા રાવે 2023 થી 2025 દરમિયાન દુબઈની 50 થી વધુ યાત્રાઓ કરી હતી. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાન્યા આ પ્રવાસ દરમિયાન ગોલ્ડ સ્મગલિંગમાં સામેલ હતી.