મેચ જીત્યા બાદ તિલક વર્મા સામે નતમસ્તક થયો સૂર્યકુમાર યાદવ
January 27, 2025
ગયા શનિવારે રાત્રે તિલક વર્માએ ભારતને ઈંગ્લેન્ડ સામે શાનદાર વિજય અપાવ્યો. બીજી T20માં 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય બેટિંગ નબળી પડી ગઈ. પરંતુ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવતા તિલક વર્માએ અણનમ અડધી સદી ફટકારીને ભારતને બે વિકેટથી વિજય અપાવ્યો હતો. પોતાના આક્રમક વલણ માટે ફેમસ તિલક આ મેચમાં પોતાની પરિપક્વતા બતાવી. પરિસ્થિતિ પ્રમાણે રમીને, તે ટીમને જીત સુધી પહોંચડવામાં સફળ રહ્યો. તિલકની બેટિંગ જોઈને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખૂબ પ્રભાવિત થયા અને તેની આગળ નમન કર્યું.
બીસીસીઆઈએ તિલકની ઈનિંગ્સ અને ત્યારબાદ તેના સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં જોવા મળ્યું કે જ્યારે તિલક મેચ પૂરી કરીને પાછો જઈ રહ્યો હતો, ત્યારે સૂર્યકુમારે તેને જોયા પછી પ્રણામ કર્યા. સૂર્યકુમારે નમન કરીને તિલકને અભિવાદન કર્યું અને તિલકે પણ તેને એ જ રીતે જવાબ આપ્યો. તિલકે પણ સૂર્યકુમારને નમન કરીને પ્રણામ કર્યા. કેપ્ટનના આ વર્તનની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. T20 કેપ્ટન બન્યા બાદથી સૂર્યકુમાર યાદવ સતત યુવા ખેલાડીઓને તક આપી રહ્યો છે.
Related Articles
IPL Auction 2026 : કુલ 77 ખેલાડીની હરાજી, ગ્રીન સૌથી મોંઘો, જાણો કયો ખેલાડી કઈ ટીમે ખરીદ્યો?
IPL Auction 2026 : કુલ 77 ખેલાડીની હરાજી...
Dec 17, 2025
3 વર્ષ બાદ સરફરાઝ ખાનની ફરી IPLમાં એન્ટ્રી, પૃથ્વી શૉને પણ 75 લાખમાં ખરીદી લેવાયો
3 વર્ષ બાદ સરફરાઝ ખાનની ફરી IPLમાં એન્ટ્...
Dec 17, 2025
રોહિત અને વિરાટની ઘરેલુ ક્રિકેટમાં વાપસી! અગરકર-ગંભીરનું તમામ ખેલાડીઓને નવું ફરમાન
રોહિત અને વિરાટની ઘરેલુ ક્રિકેટમાં વાપસી...
Dec 16, 2025
IPL ઓક્શનમાં રૂ.30 કરોડની બોલી લાગે તો પણ વિદેશી ખેલાડીને 18 કરોડ જ મળશે! નવો નિયમ બનશે ચર્ચાનો વિષય
IPL ઓક્શનમાં રૂ.30 કરોડની બોલી લાગે તો પ...
Dec 16, 2025
ભારતીય ટીમને કોહલી અને ધોની કરતા પણ મોટો 'ચેઝ માસ્ટર' મળી ગયો
ભારતીય ટીમને કોહલી અને ધોની કરતા પણ મોટો...
Dec 15, 2025
બોન્ડી બીચ ફાયરિંગ : પૂર્વ ક્રિકેટર માઈકલ વોને રેસ્ટોરન્ટમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો
બોન્ડી બીચ ફાયરિંગ : પૂર્વ ક્રિકેટર માઈક...
Dec 15, 2025
Trending NEWS
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025