અક્ષય કુમાર ભાગમભાગના બીજા ભાગની ફિરાકમાં

November 11, 2024

મુંબઈ: અક્ષય કુમાર તેની એક કોમેડી ફિલ્મ 'ભાગમભાગ'નો બીજો ભાગ બનાવવાની ફિરાકમાં છે. આ ફિલ્મમાં તેની સાથે પરેશ રાવલ અને ગોવિંદા પણ રીપિટ થશે. ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષના અંતે શરુ થાય અને ફિલ્મ ૨૦૨૬માં રીલિઝ થઈ જાય તેવું પ્લાનિંગ ચાલી રહ્યું છે. 
હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ  લખવામાં આવી રહી છે. મૂળ 'ભાગમભાગ'ના નિર્માતાઓ પાસેથી સીકવલ બનાવવાના રાઈટ્સ પણ ખરીદી લેવામાં આવ્યા છે. અક્ષય કુમારને છેલ્લા કેટલાય સમયથી નિષ્ફળતા સાંપડી રહી છે. આથી, હિટ ફિલ્મો મેળવવા માટે તે કોમેડી જોનર પર વધારેને વધારે ફોક્સ કરી રહ્યો છે.  મૂળ 'ભાગમભાગ' ૨૦૦૬માં રીલિઝ થઈ હતી. અક્ષય કુમાર, પરેશ રાવલ અને ગોવિંદાની ફિલ્મના અનેક સીન્સ યાદગાર બન્યા હતા અને આજે પણ તેના આધારે અનેક મીમ્સ બન્યાં છે.