કોલ્ડપ્લેના બંને શૉની તમામ ટિકિટો 45 મિનિટમાં બુક, ફેન્સને મળ્યું સરપ્રાઈઝ

November 16, 2024

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી 2025ના રોજ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો લાઈવ કોન્સર્ટ યોજાવાનો છે. આ કોન્સર્ટ માટેનું બુકિંગ 16 નવેમ્બર ને શનિવારે બપોરના 12:00 વાગ્યાથી શરૂ થયું હતું. જેની તમામ ટિકિટ 45 મિનિટમાં જ વેચાઈ ગઈ હતી. જોકે ફેન્સને બીજા શૉનું સરપ્રાઈઝ આપવામાં આવ્યું હતું.  બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના 'મ્યૂઝિક ઓફ ધ સ્પીયર્સ' વર્લ્ડ ટૂર હેઠળ ભારતમાં ચોથા કોન્સર્ટની જાહેરાત કરવામાં આવી છે. કોલ્ડપ્લેનો આ ચોથો શૉ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 26 જાન્યુઆરી, 2025ના રોજ આયોજીત કરવાની જાહેરાત કરી છે. બીજા શૉ માટે વેઇટિંગ બપોરે 12.45 વાગ્યે લાઇવ થયું હતું. જોકે બીજા શૉની તમામ ટિકિટો પણ માત્ર 44 મિનિટમાં જ વેચાઈ ગઈ હતી. જોકે કોલ્ડપ્લેના ચાહકો બીજા શૉની જાહેરાતથી અત્યંત ખુશ છે. ટિકિટ લેવા માટે લાખો લોકો વેબસાઇટ પર વેઈટિંગમાં હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 10 અલગ અલગ પ્રકારના સ્ટેન્ડ દર્શકો માટે બનાવાયા છે. સ્ટેડિયમમાં લાઈવ કોન્સર્ટ માટેની કેપેસિટી 1 લાખ જેટલી છે તે જોતાં બુકિંગ શરૂ થયાની મિનિટોમાં જ તમામ ટિકિટો વેચાઈ જશે એવું લાગે છે.