અલ્લુ અર્જુન બન્યા સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર
November 16, 2024

અલ્લુ અર્જુન હાલમાં 'પુષ્પા 2'ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. પ્રશંસકો અધીરા બન્યા છે. આખરે આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવી રહી છે. આ ફિલ્મ 6 હિન્દી સહિત 6 ભાષાઓમાં રિલીઝ થશે. દરમિયાન, અલ્લુ અર્જુનની ફીને લઈને એક સમાચાર વહેતા થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 'પુષ્પા 2' માટે 300 કરોડ રૂપિયા ફી વસુલી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે થલપતી વિજયને પાછળ છોડી દીધો છે. હવે અલ્લુ અર્જુન દેશનો સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર બની ગયો છે.
એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. કહેવાય છે કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાએ પુષ્પાના રોલ માટે 300 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. આ ફિલ્મનો પહેલો ભાગ સુપરહિટ રહ્યો હતો અને તેણે કમાણીના મામલે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.
રિપોર્ટ્સ અનુસાર, થલપતી વિજયે થલપતી 69 માટે 275 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. ત્યારબાદ થલપતિ વિજય શાહરૂખ ખાનને પણ પાછળ રાખી ભારતના સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બન્યો. પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુને થલપતી વિજયનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમામ રેકોર્ડ તોડીને 'પુષ્પા' સ્ટાર દેશનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બની ગયો છે.
Related Articles
ડોન થ્રીમાં પ્રિયંકા ચોપરાની પણ ખાસ રોલમાં એન્ટ્રીની અટકળો
ડોન થ્રીમાં પ્રિયંકા ચોપરાની પણ ખાસ રોલમ...
Jul 07, 2025
ક્રિતી-રશ્મિકાની કોકટેલ ટુનું શૂટિંગ આવતા મહિનેથી શરૂ
ક્રિતી-રશ્મિકાની કોકટેલ ટુનું શૂટિંગ આવત...
Jul 07, 2025
શેફાલીના નિધન બાદ એન્ટી એજિંગ દવાઓ પર પ્રતિબંધની માગ
શેફાલીના નિધન બાદ એન્ટી એજિંગ દવાઓ પર પ્...
Jul 06, 2025
બોલીવૂડમાં પુનરાગમન કરી રહી હોવાનો પ્રિયંકા ચોપરાનો સંકેત
બોલીવૂડમાં પુનરાગમન કરી રહી હોવાનો પ્રિય...
Jul 05, 2025
દિલજીત દોસાંઝને બોર્ડર ટુમાં કામ કરવાની મંજૂરી અપાઈ
દિલજીત દોસાંઝને બોર્ડર ટુમાં કામ કરવાની...
Jul 05, 2025
માફ કરજો મિત્રો! વિદાય લઈ રહી છું...', જાણીતી ટીવી અભિનેત્રીની પોસ્ટ જોઈ ફેન્સ ચોંક્યા
માફ કરજો મિત્રો! વિદાય લઈ રહી છું...', જ...
Jul 05, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025