ગુજરાતમાં લાયસન્સ માટે થયા સુધારા, 15માંથી 9 જવાબ સાચા આપી મેળવો લર્નિગ લાઈસન્સ

July 08, 2024

ગુજરાત પરિવહન વિભાગે ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષાઓ માટે પાસ થવાના માપદંડમાં સુધારો કર્યો છે.આ અગાઉ 11 સાચા જવાબોની જરૂરિયાતની સરખામણીમાં ઉમેદવારોએ હવે 15 પ્રશ્નોમાંથી માત્ર 9 જ સાચા જવાબ આપવા પડશે.આ અગાઉ ઉમેદવારોએ ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 11 સાચા જવાબો આપવાના હતા.

પાસિંગ માપદંડ ઘટાડવાનો નિર્ણય કમિશનરની ઓફિસમાં મળેલા પ્રતિસાદના પ્રતિભાવમાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ઓછા ઔપચારિક શિક્ષણ ધરાવતા ઉમેદવારોને પડતી મુશ્કેલીઓને હાઇલાઇટ કરે છે. પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ઓનલાઇન લર્નિંગ લાયસન્સ પરીક્ષા ઘણીવાર એવા ઉમેદવારો માટે પડકારો ઉભી કરે છે.

જેઓ અન્યથા સક્ષમ ડ્રાઇવર હતા.પરીક્ષા ઉમેદવારો પાસે મૂળભૂત ડ્રાઇવિંગ જ્ઞાન અને કૌશલ્ય છે, તેની ખાતરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.આ ફેરફારનો ઉદ્દેશ્ય ઓછું ભણતર ધરાવતા અથવા સારી રીતે વાંચી ન શકતા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવીને લર્નિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવાનો છે.