અમેરિકાની પરમાણુ સબમરીન 'હેલીના' ક્યુબાનાં ગ્વોટાનમો બે સુધી પહોંચી

June 15, 2024

વોશિંગ્ટન : કેરેબિયન સમુદ્રમાં રશિયાનાં યુદ્ધ જહાજ ફ્રીગેટ એડમિરલ ''ગોર્શકોવ'' તેની સાથેનાં બે અન્ય યુદ્ધ જહાજો અને એક પરમાણુ સબમરીને ક્યુબાનાં નૌકાદળ સાથે કરેલી યુદ્ધ કવાયતોથી અમેરિકા સતેજ થઈ ગયું છે. વાસ્તવમાં ક્યુબાના દિવંગત સામ્યવાદી સરમુખત્યાર ફીડેલ કેસ્ટ્રોના સમયથી અમેરિકા અને ક્યુબા વચ્ચે શત્રુતા ચાલે છે. તેમાંએ ઓક્ટોબર ૨૬ ૧૯૬૨ના દિવસે તે સમયનાં સોવિયેત સંઘના સર્વેસર્વા ખુ્રશ્યોવે ક્યામામાં ન્યુક્લિયર ઓરહેડઝવામાં મિસાઇલ્સ ગોઠવવા શરૂ કર્યાં ત્યારથી તો વિશ્વની આ બંને મહાસત્તાઓ વચ્ચે ખરી ટના-ટની શરૂ થઈ ગઈ હતી અને તે સમયના પ્રમુખ જહોજ ફિટઝરાલ્ડ કેનેડીએ સોવિયેત સંઘને સીધું જ આખરીનામું આપ્યું તે સમયે તો વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા. પરંતુ કોમરેડ ખુ્રશ્ચોવે મિસાઇલ્સ ઉઠાવી લેતાં વિશ્વ શાંતિનો શ્વાસ લીધો હતો.
માનવ જાતને જાણે કે શાંતિ-સદતી નથી. વળી રશિયાએ કદાચ યુક્રેન યુદ્ધથી વિશ્વનું ધ્યાન બીજે દોરવાના હેતુથી ડાબેરી રાષ્ટ્ર ક્યુબા સાથે કેરેબિયન સીમામાં જ તેની પ્રબળ ફ્રિગેટ એડમિરલ ગોર્શકોવ તેની સાથેનાં બે યુદ્ધ જહાજો અને એક પરમાણુ સબમરીન સાથે ક્યુબાનાં નૌકાદળ સાથે યુદ્ધ કવાયત કરતાં અમેરિકાની ઉંઘ ઉડી ગઈ, તેણે ક્યુબાના ગ્વોટાનમો બે સુધી પોતાની પરમાણુ સબમરીન 'હેલીના' રવાના કરી દીધી છે. હેતુ રશિયા-ક્યુબા શું કરે છે તે જોવાનો હતો. તે સબમરીન તો ગ્વાટાનમો બેમાં લાંગરવામાં પણ આવી ત્યારે અમેરિકાએ કહ્યું કે આ તો નિયમાનુસાર અમારા જહાજો કે સબમરીનો કોઈ દેશની મુલાકાતે જાય છે તેવું સામાન્ય પગલું છે. વધુમાં જાણવા મળ્યું છે કે અમેરિકાના અન્ય યુદ્ધ જહાજો રશિયા-ક્યુબાની યુદ્ધ કવાયતો જોઈ રહ્યાં છે. વિશ્લેષકો કહે છે કે પ્રાથમિક દ્રષ્ટિએ નગણ્ય લાગે તેવી આ ઘટના છે. પરંતુ ભૂલવું ન જોઈએ કે તે 'બર્મુડા ટ્રાયેન્ગલ' સમાન અતિ ગહન છે. તે કહેવત યાદ કરો, ગ્રાસ બ્લેડઝ ફલાય બિફોર એન ઈમ્પીડીંગ સ્ટોર્મ (ચક્રવાત તોળાતો હોય તે પહેલાં ઘાસનાં તણખલાં ઉડતાં હોય છે)