છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલે વ્યક્ત કર્યું 'દુ:ખ', પોસ્ટ થઈ વાયરલ

January 08, 2025

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાની અટકળો ચાલી રહી છે. પરંતુ ચહલ અને ધનશ્રી વર્મા દ્વારા છૂટાછેડાને લઈને કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જ્યારે ચહલે પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી ધનશ્રી વર્મા સાથેના તમામ ફોટો હટાવી દીધા છે. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલની નવી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સામે આવી છે. જે હાલ ખુબ વાયરલ થઈ રહી છે.

ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની નવી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સામે આવી છે. તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ચહલે લખ્યું છે કે "મૌન એ લોકો માટે એક ગહન સંગીત છે જે તેને બધા અવાજથી આગળ સાંભળી શકે છે" ચહલ અને ધનશ્રીએ પણ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. ચહલે પણ ધનશ્રી વર્મા સાથેની પોતાની તમામ તસવીરો હટાવી દીધી હતી. પરંતુ ધનશ્રી વર્માના એકાઉન્ટ પર હજુ પણ બંનેની તસવીરો છે.