અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો

July 24, 2025

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે રિલાયન્સ ગ્રૂપના અનિલ અંબાણી (RAAGA)ની 50 કંપનીઓ અને 35 સ્થળો પર ગઈકાલે બુધવારે દરોડા પાડ્યા હતાં. યસ બેન્ક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતાં. સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી બે એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસિંગ બેન્ક, બેન્ક ઓફ બરોડા, અને એનએફઆરએ સહિતની એજન્સીઓની બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.

ઈડીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, અનિલ અંબાણી ગ્રૂપે 2017 અને 2019માં યસ બેન્ક પાસેથી રૂ. 3000 કરોડની લોન લીધી હતી. જેને શેલ કંપનીઓ અને ગ્રૂપની અન્ય કંપનીઓમાં ગેરકાયદે રીતે ટ્રાન્સફર કરી હોવાનો આરોપ હતો. તપાસમાં જાણવા મળ્યું કે, યસ બેન્કના અધિકારીઓ અને તેના પ્રમોટરસને લાંચ આપવામાં આવી હતી. એજન્સીની તપાસમાં યસ બેન્કની લોન મંજૂરી પ્રક્રિયામાં ભારે ખામીઓ જોવા મળી હતી. ક્રેડિટ ડોક્યુમેન્ટ્સ, અનુપાલનની ખામી, તેમજ જે કંપનીઓને આટલી મોટી રકમની લોન આપવામાં આવે તેના નબળા ફંડામેન્ટલ્સ અને ડિરેક્ટર્સ  વગેરે...