મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસના 11 આરોપીની મુક્તિ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, હાઈકોર્ટના ચુકાદા સામે નોટિસ ઈશ્યૂ

July 24, 2025

સુપ્રીમ કોર્ટે 2006 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ મામલે નિર્દોષ ઠેરવાયેલા 12 આરોપીને મુક્ત કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર રોક મૂકી છે. સુપ્રીમ કોર્ટે આરોપીઓને મુક્ત કરવાના હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજીને ધ્યાનમાં લેતાં રોક મૂકી છે.