જ્યોર્જિયામાં સરકારી વિરોધી દેખાવ, લોકોના ટોળાએ રાષ્ટ્રપતિ ભવનને ઘેર્યો, સુરક્ષાદળો સાથે અથડામણ
October 05, 2025
તિબિલિસી : જ્યોર્જિયાની રાજધાની તિબિલિસીમાં શનિવારે (4 ઓક્ટોબર) હજારો સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન (ઓર્બેલિયાની પેલેસ) પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસ સાથે હિંસક અથડામણ થઈ. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પાણીનો મારો કરવામાં આવ્યો હતો. આ સિવાય પેપર સ્પ્રે અને આંસુ ગેસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમુક પ્રદર્શનકારીઓ બેરિકેડિંગ તોડીને રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યાર બાદ સ્થિતિ વણસી હતી.
આ વિરોધ પ્રદર્શન દેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામે છે, જેનો મોટાભાગના વિરોધ પક્ષો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જે યુરોપિયન યુનિયન (EU) તરફી છે. જ્યોર્જિયાની વર્તમાન સરકારે યુરોપિયન સંઘ પર દેશમાં રમખાણો ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાન ઇરાકલી કોબાખિદ્ઝે કહ્યું કે, યુરોપિયન સંઘના ઝંડા સાથે તોફાનીઓએ રાષ્ટ્રપતિ ભવનની બહારના બેરિકેડ્સમાં આગ લગાવી હતી. તેમણે યુરોપિયન સંઘ રાજદૂત પર જ્યોર્જિયામાં 'બંધારણીય વ્યવસ્થાને ઉથલાવી પાડવાના પ્રયાસ'માં વિરોધીઓને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. ગયા વર્ષની સંસદીય ચૂંટણીઓથી જ્યોર્જિયા રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે.
વિપક્ષે શાસક જ્યોર્જિયન ડ્રીમ પાર્ટી પર ચૂંટણીમાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો છે. દેશની સંસદીય ચૂંટણીઓનું નિરીક્ષણ કરવા માટે નિયુક્ત આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ પણ અનિયમિતતાઓ, હિંસા અને ધમકીઓને કારણે જ્યોર્જિયન ડ્રીમ પાર્ટીની જીતને ખામીયુક્ત જાહેર કરી હતી. ત્યારબાદ, વડાપ્રધાન ઇરાકલી કોબાખિદ્ઝેની આગેવાની હેઠળની સરકારે યુરોપિયન સંઘ જોડાણ વાટાઘાટો સ્થગિત કરી, જેનાથી જનતાનો ગુસ્સો વધુ ભડક્યો.
જ્યોર્જિયામાં સરકાર વિરોધી આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શનિવારે હજારો પ્રદર્શનકારીઓ જ્યોર્જિયા અને યુરોપિયન યુનિયન (EU)ના ઝંડા લહેરાવતા ત્બિલિસીના ફ્રીડમ સ્ક્વેર અને રુસ્તવેલી એવન્યુ પરથી માર્ચ કરતા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.
Related Articles
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં ઇમરાન ખાનની PTI સરકાર સસ્પેન્ડ
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં...
Oct 11, 2026
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થ...
Oct 11, 2026
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026