શાહરૂખ ખાનને મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ

November 12, 2024

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને હાલમાં જ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકી તેમને સીધી રીતે આપવામાં આવી ન હતી, પરંતુ મુંબઈ પોલીસની એક શાખામાંથી ધમકીનો ફોન આવ્યો હતો. આ પછી પોલીસ એક્શનમાં આવી અને શંકાસ્પદને ટ્રેક કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ ખબર પડી કે આ ધમકીભર્યો કોલ છત્તીસગઢથી આવી રહ્યો હતો.

હવે પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરી છે અને એક શકમંદની અટકાયત કરી છે. મુંબઈ પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ છત્તીસગઢના રાયપુરમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. હાલ મુંબઈ પોલીસની ટીમ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં હાજર છે અને આરોપીની પૂછપરછ કરી રહી છે.