અરવિંદ કેજરીવાલને HCથી ફટકો, 75 હજારનો દંડ ફટકાર્યો

April 22, 2024

દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં ધરપકડ થયેલ CM અરવિંદ કેજરીવાલની વિશેષ વચગાળાના જામીનની અરજી પર સોમવારે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. દિલ્હી હાઇકોર્ટે વિશેષ વચગાળાના જામીનની અરજી ફગાવી અને 75 હજારનો દંડ ફટકાર્યો હતો.

હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પીઆઈએલ દ્વારા, કોર્ટમાંથી માંગ કરવામાં આવી હતી કે સીએમ અરવિંદ કેજરીવાલને તેમના બાકીના કાર્યકાળ માટે વિશેષ વચગાળાના જામીન આપવામાં આવે. આ કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે અને અરજદાર પર 75 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરજીકર્તાને પૂછ્યું કે, તમને વીટો પાવર કેવી રીતે મળે છે? શું તમે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય છો? કોર્ટે કહ્યું કે કોર્ટના આદેશના આધારે અરવિંદ કેજરીવાલ ન્યાયિક કસ્ટડીમાં છે. તેના પર અરજીકર્તાના વકીલે કહ્યું કે હું અહીં અરવિંદ કેજરીવાલ માટે નહીં પરંતુ દિલ્હીના કરોડો લોકો માટે આવ્યો છું. હું અહીં માત્ર નાગરિકોના કલ્યાણ માટે આવ્યો છું. અરજદારના વકીલે કહ્યું કે, મુખ્યમંત્રીની ધરપકડના કારણે સમગ્ર સરકાર ઠપ્પ થઈ ગઈ છે, મુખ્યમંત્રી છે.