અથિયા શેટ્ટીએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, સાથે જોવા મળી અનુષ્કા શર્મા

December 31, 2024

નવેમ્બર 2024 માં અથિયા શેટ્ટી અને કેએલ રાહુલે જાહેરાત કરી કે તેઓ ટૂંક સમયમાં માતાપિતા બનશે. તેણે એક પોસ્ટ શેર કરી જેમાં લખ્યું હતું કે 'અમારા સુંદર આશીર્વાદ 2025 માં બે નાના પગ સાથે આવી રહ્યું છે'. આ જાહેરાત બાદ એક્ટ્રેસે મૌન જાળવ્યું હતું.

અથિયા શેટ્ટી હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને આ પહેલીવાર છે જ્યારે ફેન્સને તેનો બેબી બમ્પ જોવા મળ્યો. અથિયા શેટ્ટી અને અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બંને એક્ટ્રેસ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ માટે ક્રિકેટર પતિ કેએલ રાહુલ અને વિરાટ કોહલીને સપોર્ટ કરવા માટે ઓસ્ટ્રેલિયામાં છે.

આ વીડિયોમાં અથિયા શેટ્ટી અને અનુષ્કા શર્મા મેલબોર્ન સ્ટેડિયમમાંથી બહાર નીકળતા જોઈ શકાય છે. બંને દિવાઓએ કેઝ્યુઅલ કપડા પહેર્યા છે. અનુષ્કા શર્મા જે અથિયા શેટ્ટીથી આગળ ચાલી રહી છે તે વ્હાઈટ શર્ટ અને જીન્સ પહેરેલી જોઈ શકાય છે. અથિયા સ્ટ્રીપ્ડ ટોપ અને ડેનિમ સ્કર્ટ પહેરીને તેની પાછળ આવે છે. વીડિયોમાં અનુષ્કા ટીમના એક સભ્ય સાથે વાત કરવામાં વ્યસ્ત છે. એક્ટ્રેસ મેચ દરમિયાન નીતિશ રેડ્ડીના પિતાને મળી હતી.