એથલીટ દુતી ચંદને નડ્યો અકસ્માત, કારને ટ્રકે ટક્કર મારી ફંગોળી નાખી, સદભાગ્યે આબાદ બચાવ

December 14, 2024

ભારતીય એથલીટ દુતી ચંદની કારને ઓડીસ્સા કટક જિલ્લામાં OMP ચોક પાસે અકસ્માત નડ્યો હતો. દુતી ચંદની કારને ટ્રકે ટક્કર મારી હતી. જો કે આ અકસ્માતમાં દુતી ચંદનો આબાદ બચાવ થયો હતો. જોકે તેની કારને નુકસાન થયું છે. પોલીસે ટ્રક કબજે કરી ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. મળતી માહિતી અનુસાર દુતી ચંદ તેના મિત્ર સાથે કારમાં જાજપુરથી ભુવનેશ્વર પરત ફરી રહી હતી. ત્યારે ઓએમપી ચોક પાસે એક ટ્રકે તેની કારને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે દુતીએ તેનો પીછો કરીને તેને પકડી લીધો હતો. ટ્રક ચાલકે કાઠજોડી પુલ પહેલા ટ્રકને રોકી દીધો હતો. દુતી ચંદે ડ્રાઈવરને પકડ્યા બાદ મધુપટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે આ ઘટનાની સંપૂર્ણ જાણકારી પોલીસને આપી હતી. ત્યારબાદ પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી. પોલીસે ટ્રકનો પણ કબજો મેળવી લીધો છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં દુતી ચંદની કારને ભારે નુકસાન થયું હતું.