ઓસ્ટ્રેલિયાની સંસદે ભારતની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને આપી મંજૂરી

November 22, 2022

ઓસ્ટ્રેલિયાની સંસદે મંગળવાર (22 નવેમ્બરે) ભારતની સાથે મુક્ત વ્યાપાર કરાર (FTA) ને મંજૂરી આપી છે. હવે બંને દેશ આપસી સહમતિથી નિર્ણય કરશે કે આ કરાર કઈ તારીખથી લાગૂ થશે. 


ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીજે એક ટ્વીટમાં આ જાણકારી આપી છે. તેમણે લખ્યું- 'મોટા સમાચારઃ ભારતની સાથે અમારી મુક્ત વ્યાપાર કરાર સંસદમાંથી પાસ થઈ ગયો છે.' ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વ્યાપાર કરાર (AI-ECTA) ને લાગૂ કરતા પહેલા ઓસ્ટ્રેલિયન સંસદની મંજૂરીની જરૂર હતી. ભારતમાં આ પ્રકારના કરારને કેન્દ્રીય મંત્રીમંડળ મંજૂરી આપે છે. 


વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે એક ટ્વીટમાં કહ્યું, 'ખુશી છે કે ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વેપાર કરારને ઓસ્ટ્રેલિયાની સંસદે મંજૂરી આપી દીધી છે.' તેમણે આગળ લખ્યું- આપણી ગાઠ મિત્રતાને કારણે, આ આપણા માટે વ્યાપાર સંબંધોને પૂરી ક્ષમતા સાથે આગળ વધારવા અને મોટા પાયા પર આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે મંચ તૈયાર કરે છે.