મેલબર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 184 રને વિજય, જયસ્વાલ સિવાય તમામ બેટર ફ્લોપ
December 30, 2024
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ હતી. આજે (30 ડિસેમ્બર) આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી ઈનિંગમાં જેની સામે ટીમ ઈન્ડિયા 155 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી.
લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાને બેક ટુ બેક 3 વિકેટ ગુમાવી દેતાં મુશ્કેલીમાં મુકાઈ હતી. જોકે યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે બાજી સંભાળી લેતાં ટીમ ઈન્ડિયાનો રકાસ અટકાવ્યો. ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો પંતના સ્વરૂપમાં લાગ્યો. ઋષભ પંત હેડની બોલિંગમાં મિચેલ માર્શને કેચ આપી બેઠો હતો. તે 30 રન કરીને આઉટ થઈ ગયો હતો. તેના પછી રવીન્દ્ર જાડેજા મેદાને આવ્યો હતો. જે બોલાન્ડની બોલિંગમાં 2 રન કરીને જ કેચ આપી બેઠો હતો. જ્યારે તેના પછી પહેલી ઈનિંગનો સ્ટાર નીતિશ રેડ્ડી મેદાને આવ્યો હતો જે લિયોનની બોલિંગમાં 1 રન કરીને આઉટ થઈ ગયો હતો. જેના પછી ટીમ ઈન્ડિયાની આખરી ઉમ્મીદ સમાન જયસ્વાલ પણ 84 રને આઉટ થઈ જતાં સદી ચૂકી ગયો હતો.
ત્યારબાદ આકાશ દીપ પણ બોલાંડની બોલિંગ વખતે હેડને કેચ આપી બેઠો હતો. જેના લીધે ટીમ ઇન્ડિયાને આઠમો ઝટકો લાગ્યો હતો. ત્યારપછી બેક ટુ બેક બુમરાહ પણ બોલાંડની બોલિંગમાં સ્મિથને સ્લિપમાં કેચ આપી બેઠો. જેના લીધે ટીમ ઈન્ડિયાને નવમો ઝટકો લાગ્યો. ત્યારબાદ સિરાજ પણ લિયોનનો શિકાર થતાં ટીમ ઈન્ડિયા 155 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી.
ત્યારબાદ આકાશ દીપ પણ બોલાંડની બોલિંગ વખતે હેડને કેચ આપી બેઠો હતો. જેના લીધે ટીમ ઇન્ડિયાને આઠમો ઝટકો લાગ્યો હતો. ત્યારપછી બેક ટુ બેક બુમરાહ પણ બોલાંડની બોલિંગમાં સ્મિથને સ્લિપમાં કેચ આપી બેઠો. જેના લીધે ટીમ ઈન્ડિયાને નવમો ઝટકો લાગ્યો. ત્યારબાદ સિરાજ પણ લિયોનનો શિકાર થતાં ટીમ ઈન્ડિયા 155 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 234 રન પર સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ તેના પ્રથમ દાવમાં 369 રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ 114 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 474 રનમાં સમેટાઈ ગઈ હતી. એટલે કે પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને 105 રનની લીડ મળી હતી.
લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત ખરાબ રહી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે નવા બોલ પર મોટા શોટ મારવાનો પ્રયાસ કર્યો ન હતો. પરિણામે ભારતે 16 ઓવરમાં માત્ર 25 રન બનાવ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે રોહિત જ્યારે મોટી ઇનિંગ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ હતી. રોહિત (9)ને પેટ કમિન્સે મિશેલ માર્શના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
ચાર બોલ બાદ કમિન્સે કેએલ રાહુલને પણ પ્રથમ સ્લિપમાં ઉસ્માન ખ્વાજા દ્વારા કેચ આઉટ કરાવ્યો. રાહુલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ વિરાટ કોહલી પણ 5 રન બનાવીને મિચેલ સ્ટાર્કના બોલ પર ખ્વાજાના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીની જૂની નબળાઈએ આ ઈનિંગમાં પણ તેનો પીછો છોડ્યો નહીં અને તે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થઈ ગયો.
Related Articles
અથિયા શેટ્ટીએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, સાથે જોવા મળી અનુષ્કા શર્મા
અથિયા શેટ્ટીએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, સ...
20 વર્ષમાં આવો ખેલાડી નથી જોયો...: મેલબર્નમાં ભારત હાર્યું પણ જસપ્રીત બુમરાહનો દબદબો યથાવત્
20 વર્ષમાં આવો ખેલાડી નથી જોયો...: મેલબર...
Dec 30, 2024
Ind vs Aus 4th Test Live| મેલબોર્નમાં નીતિશ રેડ્ડીની દમદાર સેન્ચુરી, વોશિંગ્ટનની ફિફ્ટી, કાંગારૂ બોલર્સ થયા લાચાર
Ind vs Aus 4th Test Live| મેલબોર્નમાં ની...
Dec 28, 2024
ખેલ રત્ન ઍવૉર્ડ ન મળવા મામલે મનુ ભાકરે મૌન તોડ્યું, ભાવુક પોસ્ટ કરી કહ્યું- 'મને લાગે છે કે...'
ખેલ રત્ન ઍવૉર્ડ ન મળવા મામલે મનુ ભાકરે મ...
Dec 25, 2024
ચેમ્પિયન ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ
ચેમ્પિયન ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, જાણો ક...
Dec 25, 2024
કૅપ્ટન રોહિતે ટીમ ઇન્ડિયાના યુવાન બેટરના કર્યા વખાણ, કહ્યું- એને ઓસ્ટ્રેલિયન સામે છૂટ્ટો દોર આપ્યો
કૅપ્ટન રોહિતે ટીમ ઇન્ડિયાના યુવાન બેટરના...
Dec 25, 2024
Trending NEWS
01 January, 2025
01 January, 2025
01 January, 2025
01 January, 2025
31 December, 2024
31 December, 2024
31 December, 2024
31 December, 2024
31 December, 2024
31 December, 2024
Dec 31, 2024