ભરૂચમાં બળાત્કારના આરોપીને જામીન, બહાર આવીને 71 વર્ષની વૃદ્ધા સાથે બીજી વાર દુષ્કર્મ
December 24, 2024

ભરૂચ : ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લોકો ભૂલ્યા નથી. ત્યાં તો ભરૂચના આમોદથી વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાના અહેવાલો સામે આવતાં ચોતરફ લોકો ધિક્કારની લાગણી વરસાવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના આમોદમાં એક 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધાને હવસનો શિકાર બનાવી છે. આમોદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી શૈલેષ રાઠોડે ખેતરની વાડીમાં વૃદ્ધા પર દુષ્કર્મ આચરી પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ અંગે ફરિયાદ નોંધતા ભરૂચ એલબીસી તથા એસોજીની ટીમ આરોપી શૈલેષ રાઠોડને પકડવા અલગ-અલગ ટીમો બનાવી આકાશ પાતળ એક કરી રહી છે.
ઉલ્લેખનીય છે આરોપી શૈલેષ રાઠોડે અગાઉ પણ દોઢ વર્ષ પહેલાં આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે પોલેસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આરોપી જામીન પર છૂટ્યો હતો, ત્યારે ફરી આરોપી શૈલેષ રાઠોડે આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો ભારે રોષ અને ધિક્કાર વરસાવી રહ્યા છે.
ભરૂચના ઝઘડીયામાં બનેલી દુષ્કર્મની ઘટનાએ દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી દીધી છે. 8 દિવસ સુધી જિંદગી સામે જંગ લડી રહેલી બાળકીનું અંતે સોમવારે મોત થયું છે. ગુજરાત સરકાર મહિલા અને બહેન-દીકરીઓની સુરક્ષાની મોટી મોટી વાતો કરી રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં 169 બાળકીઓ બળાત્કારનો ભોગ બની છે. જે સમાજ અને સરકાર માટે શરમજનક ઘટના છે. વડોદરાની ઘટનામાં ઝારખંડના મંત્રી બાળકી અને પરિવારની મુલાકાત લીધી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કે કોઈપણ મંત્રીએ મુલાકાત લીધી નથી. એક જવાબદાર પક્ષ તરીકે પીડિતાના પરિવારના દુઃખમાં ભાગીદાર બનવાની સરકારની ફરજ છે.
દીકરીઓની સુરક્ષાની મોટી મોટી વાતો વચ્ચે ગુજરાતમાં દુષ્કર્મના બનાવો વધતાં રાજ્યની દીકરીઓ અને તમેના પરિવારને ભય અને અસલામતીનો અનુભવ થઈ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાજપ સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે. મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત રાજકારણીઓના ભાષણ અને નિવેદનો પૂરતી જ સિમિત રહી ગઈ છે. ગાંધીના ગુજરાતમાં દરરોજ ગુનાનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે.
જો કાયદો કડક છે તો પછી હેવાનો કેમ બેખૌફ બન્યા છે? દાહોદ, વડોદરા, સુરત અને હવે ઝઘડિયામાં કેમ આવી ઘટનાઓ બની રહી છે? ગણ્યા ગાંઠ્યા અને આંગળીના વેઢે ગણી શકાય એવા કેસમાં કડક પગલાં ભરાય છે. અને મહિલાઓની સુરક્ષાનો મુદ્દો બનાવી ખોબલે ખોબલે વોટ મેળવવામાં આવે છે. જો એકાદ બે ઘટનામાં ગણતરીના કલાકોમાં પોલીસ આરોપી પકડી પાડતી હોય તો દરેક ક્રાઇમ કેસને આ પ્રકારની પેટર્નથી કેમ સોલ્વ કરવામાં નથી આવતા?
ગૃહ રાજ્યમંત્રી કેમ નક્કર સિસ્ટમ ઊભી નથી કરતાં કે જેના લીધે ગણતરીના કલાકોમાં દરેક ગંભીર ગુનો ઉકેલાઈ જાય. અને ગુનેગારોને કડક કાર્યવાહીનો ડર રહે. વારંવાર કહેવામાં આવે છે કે મહિલાઓ માટે સમગ્ર દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાત છે. આ માત્ર ભારતીય જનતા પાર્ટીના નિર્ણાયક નેતૃત્વના કારણે શક્ય બન્યું છે. પરંતુ જ્યારે રાજ્યમાં સતત દુષ્કર્મ ઘટનાઓ વધતી જોઈને સરકારના તમામ દાવાઓ પોકળ લાગે છે. ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા જાણે પડી ભાંગી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. છતાં સરકારના પેટનું પાણી હલતું નથી.
ગૃહમંત્રી અસામાજિક લુખ્ખા તત્ત્વોના વરઘોડા કાઢવાની વાતો કરે છે, તો ક્યારેક નવરાત્રિમાં નાગરિકો આખી રાત ગરબે ઝૂમી શકે છે એવી શેખી મારે છે અને કહે છે કે, ગુજરાતીઓ અહીં ગરબા નહીં રમે તો શું પાકિસ્તાનમાં રમશે? આ બધા મોટા મોટા નિવેદનો વચ્ચે નવરાત્રિના પંદરેક દિવસમાં જ ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ બની હતી.
16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીના રસ્તા પર ચાલુ બસમાં યુવતી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નરાધમોએ તમામ હદ વટાવી દીધી હતી. બાદમાં તે યુવતીનું મોત થયું હતું. આ નિર્ભયાકાંડે દેશને હચમચાવી દીધો હતો. લોકોમાં ભારે આક્રોશનો અગ્નિ ભભૂક્યો હતો. ત્યારબાદ એવો જ રોષ તાજેતરમાં કોલકાતાની આરજી કર હૉસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટર સાથે રેપ અને હત્યા બાદ જોવા મળ્યો હતો. દેશભરમાં મહિલાઓની સુરક્ષાની વાત આવે ત્યારે નેશનલ ક્રાઇમ રૅકોર્ડ બ્યૂરો(એનસીઆરબી)ના આંકડા મુજબ વર્ષ 2022માં ભારતમાં દરરોજ 86 જેટલા બળાત્કારના કેસ પોલીસ ચોપડે નોંધાય છે.
વર્ષ 2022 ના ડેટા અનુસાર રાજસ્થાન મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત રાજ્ય છે, આ દરમિયાન ગુજરાત મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ગણાતું હતું. જેનો ગર્વ દરેક ગુજરાતીને હતો. પરંતુ છેલ્લા 2 વર્ષમાં જે પ્રમાણે મહિલાઓ પર અત્યાચાર, બળાત્કાર, સામૂહિક દુષ્કર્મના કેસ સામે આવી રહ્યા છે તેને જોતાં ગર્વથી માથું ઉંચકીને ફરતાં ગુજરાતીઓનું શીશ શરમથી ઝૂકી ગયું છે.
Related Articles
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ બનાવાશે, 212 કરોડ રૂપિયા મંજૂર
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ...
Jul 13, 2025
વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર
વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ...
Jul 13, 2025
પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખામી પણ હોઇ શકે'
પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ...
Jul 12, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ કડક પગલા લેવાશે, સી.આર. પાટીલ
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ...
Jul 12, 2025
કચ્છ ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો 60 વર્ષ જૂનો બ્રિજ પડું પડું, ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો
કચ્છ ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો...
Jul 12, 2025
અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા
અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમા...
Jul 12, 2025
Trending NEWS

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025