ભાવનગર: રિક્ષા-ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત થયા

January 30, 2023

મહુવા નેશનલ હાઇવે ગોઝારો બન્યો છે. જેમાં ઉમાનીયાવદર નજીક અતુલ રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. તેમજ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. જેમાં હનુમંત સ્કૂલની 2 શિક્ષિકાઓ અને અતુલ ચાલક સહિત ત્રણેયને સારવાર માટે હનુમંત હોસ્પિટલ ખાતે લઇ જવાતા તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા છે.

ઘટનાના પગલે મોરારીબાપુના પુત્ર પર્થીવભાઇએ હોસ્પિટલની મુલાકાત લીધી છે. તથા ત્રણેયને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે. ભાવનગરના મહુવાનો નેશનલ હાઇવે ગોઝારો બનતો જાય છે. જ્યાં વારંવાર અકસ્માત થતાં રહે છે. તેમાં રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત થયા છે.

રિક્ષામાં સવાર બે મહિલા અને ડ્રાઈવરનું મોત થયુ છે. જેમાં રિક્ષામાં સ્કૂલે જતાં બે શિક્ષિકા તથા ડ્રાઈવરનું મોત થયુ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ત્રણેયનું મોત થતાં હોસ્પિટલમાં ગમગીન માહોલ છે.