ભૂપેન્દ્ર દાદા' લાલઘૂમ! કહ્યું; 'જે કિટલીઓ ગરમ છે, તે શાંત થઈ જાય'

June 14, 2024

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ખેડા જિલ્લામાં પ્રાંત કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. મુખ્યમંત્રીની સરપ્રાઇઝ વિઝિટથી પ્રાંત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા. મુખ્યમંત્રીએ પ્રાંત કચેરી પહોંચીને તમામ કામગીરીની સમીક્ષા કરી હતી અને લોકોને પડતી મુશ્કેલીઓ સાંભળી હતી. આ દરમિયા અધિકારી રાજ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં જોવા મળ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી એક વખત હળવા મૂડમાં આકરી ટકોર કરી છે. રાજ્યમાં બેફામ બનેલા અધિકારીઓ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ થયા છે અને અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું જે કિટલીઓ ગરમ છે, તે શાંત થઈ જાય.
અધિકારી રાજ સામે મુખ્યમંત્રી એકશન મોડમાં જોવા મળ્યા હતા. તંત્રની સાહેબશાહી સામે CMનું ઓપરેશન શરૂ થાય તેવા સંકેત છે. ઘણી વખત એવું બન્યું છે કે અધિકારીઓ સામાન્ય જનતા સામે જેમ-તેમ વર્તન કરે છે અને ખોટી રીતે હેરાન-પરેશાન કરે છે. જો કે આ અંગેની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચતા મુખ્યમંત્રી એકશનમાં આવ્યા અને આણંદના સારસા ગામે જનસંવાદ કાર્યક્રમમાં કહી દીધું કે કિટલીઓ જે ગરમ છે તે શાંત થઈ જવી જોઈએ.