Breaking News :
થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને હત્યા કરતાં પણ વધુ જઘન્ય ગણાવ્યું, સીબીઆઈએ 94 પાનાની ચાર્જશીટ દાખલ કરી

ભારતીય ટીમને મોટો ઝટકો, ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી હાર્દિક પંડ્યા બહાર, કોહલી માટે કપરાં ચઢાણ!

June 20, 2026

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વનડે (ODI) સીરિઝ રમી રહી છે, પરંતુ તે પૂરી થાય તે પહેલાં જ આગામી ઇંગ્લૅન્ડ પ્રવાસને લઈને મોટા અહેવાલો સામે આવ્યા છે. ભારતી ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાના કારણે ઇંગ્લૅન્ડ સામેની આગામી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. બીજી તરફ, વિરાટ કોહલીની પસંદગી પણ તેના ફિટનેસ ટેસ્ટના પરિણામ પર નિર્ભર રહેશે.

અહેવાલો અનુસાર, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાને અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ ફિટનેસ સમસ્યાઓના કારણે તે એક પણ મેચ રમી શક્યો નથી. હવે તે ઇંગ્લૅન્ડ પ્રવાસ સુધી પણ રિકવર થઈ શકે તેમ ન હોવાથી, તેને આ મહત્ત્વપૂર્ણ સીરિઝમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવાયો છે.