શેરબજારમાં મોટી ઉથલપાથલ, સેન્સેક્સ 849 પોઈન્ટ તૂટ્યો, રિયાલ્ટી-પીએસયુ શેર્સમાં ગાબડું
January 21, 2025
શેરબજારમાં આજે પીએસયુ અને રિયાલ્ટી શેર્સમાં મોટાપાયે વેચવાલીના પગલે શેરબજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. મોર્નિંગ સેશનમાં સેન્સેક્સ તેની ટોચથી 1072.93 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે ગઈકાલના બંધ સામે 849 પોઈન્ટનું ગાબડું નોંધાવ્યું છે. નિફ્ટીએ પણ તેની અત્યંત મહત્ત્વની 23300ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપ્રમુખ પદે કામગીરી સંભાળવાની સાથે રોકાણકારોમાં સકારાત્મક પગલાંઓનો આશાવાદ વધ્યો છે. જો કે, ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે જ કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદી દેતાં વૈશ્વિક બજારોમાં ફરી એકવાર ટેરિફ વોર શરૂ થવાની ભીતિ પણ વધી છે. એશિયન બજારોના સથવારે તેમજ માર્કેટ ઓવરસોલ્ડ હોવાના કારણે આજે ભારતીય શેરબજાર તૂટ્યા હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે.
10.40 વાગ્યે સેન્સેક્સ 660.48 પોઈન્ટ તૂટી 76412.96 પર, જ્યારે નિફ્ટી 158.20 પોઈન્ટ તૂટી 23186.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં પણ પ્રોફિટ બુકિંગ વધ્યું છે. બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં 2268 શેર ઘટાડા તરફી અને 1322 શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 175 શેરમાં લોઅર સર્કિટ અને 193 શેરમાં અપર સર્કિટ વાગી હતી. આજે વધુ 80 શેર 52 વીક હાઈ થયા હતા. જ્યારે 39 શેરમાં વર્ષનું તળિયું નોંધાયુ હતું.
શેરબજારમાં મોટાપાયે વોલેટિલિટીના પગલે આજે રોકાણકારોની મૂડી 4.41 લાખ કરોડ ઘટી છે. સરકારી કંપનીઓના શેર્સ પણ તૂટ્યા છે. આજે મઝગાંવ ડોક 3.02 ટકા, એનબીસીસી 3.13 ટકા, આઈટીઆઈ 2.86 ટકા, આઈઆરએફસી 2.90 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ ક્રૂડ ઓઈલ કંપની બીપીએસીએલ, હિન્દુસ્તાન પેટ્રોલના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છે. રિયાલ્ટી સેગમેન્ટમાં પણ ટ્રેડેડ તમામ સ્ક્રિપ્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ નોંધાતાં શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
Related Articles
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો કડાકો
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો...
Jun 27, 2026
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500...
Jun 23, 2026
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદ...
Jun 22, 2026
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી...
Jun 15, 2026
મસ્કની સ્પેસ એક્સનો IPO રેકોર્ડ, 4400 કર્મચારી રાતોરાત કરોડપતિ બની ગયા
મસ્કની સ્પેસ એક્સનો IPO રેકોર્ડ, 4400 કર...
Jun 12, 2026
વાયદા બજારમાં કડાકો : સોનું એકઝાટકે 2500થી વધુ તૂટી દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો
વાયદા બજારમાં કડાકો : સોનું એકઝાટકે 2500...
Jun 10, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026