જૂનાગઢ મનપામાં ભાજપનો સપાટો, કોંગ્રેસની ફક્ત બે બેઠક પર જીત
February 18, 2025

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જોકે સૌથી વધુ મતદાન ચોરવાડ પાલિકામાં રેકોર્ડબ્રેક 76% થયું હતું. આજે 5000 થી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
આણંદની બોરિયાવી પાલિકાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી હતી. જોકે, રિકાઉન્ટિંગ સમયે વીજળી ડુલ થતાં મતગણતરી ટૂંક સમય માટે અટકી છે.
-જામનગર જિલ્લાના જામજોધપુર નગર પાલિકાના તમામ વોર્ડ ભાજપના ખાતામાં ગયા છે. 7 વોર્ડની તમામ 28 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થતાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પંચમહાલના હાલોલ નગર પાલિકાની તમામ 36 બેઠકો પર ભાજપની જીત થઈ છે. હાલોલ નગર પાલિકમાં કુલ 9 વોર્ડની 36 બેઠકો હતી. જેમાંથી 21 બેઠક પર ભાજપ પહેલાંથી જ બિનહરીફ જાહેર થઈ ચુક્યું હતું. 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો પરચમ લહેરાયો છે. આ સિવાય કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી નથી શકી.
ખેડાના ચકલાસી પાલિકામાં જીતના ઉન્માદમાં ભાજપના કાર્યકર્તાઓ અને વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. વિજેતા ઉમેદવારના સમર્થકોએ રૂપિયા ઉડાડી ઉજવણી કરી હતી.
સાણંદ નગર પાલિકામાં 28 બેઠકમાંથી ભાજપે 16 બેઠકો પર જીત હાંસલ કરી બહુમતનો આંકડો પાર કર્યો છે. નોંધનીય છે કે, કોંગ્રેસ હજુ સુધી ખાતુ પણ નથી ખોલાવી શકી.
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો છે. ભાજપે કુલ 60 બેઠકોમાંથી 40 બેઠકો પર વિજય મેળવી બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે કોંગ્રેસે 7 બેઠકો પર જીત હાંસલ કરી છે.
ભાવનગર જિલ્લાના તળાજામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. અહીં રિકાઉન્ટિંગમાં પણ ભાજપ જીતી ગયો છે. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અમરાભાઇ હાડગડા જીતી ગયા છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે 9 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પણ યોજવામાં આવી હતી. જેમાં તમામે તમામ નવ બેઠકો પર ભાજપની જીત થઈ છે. ભાજપે ગાંધીનગર (હાલીસા), ભરૂચ (આછોદ), દાહોદ (પિપેરો), ડાંગ (કડમાળ), અમદાવાદ (અસલાલી), અમદાવાદ (કોઠ), બોટાદ (પાળીયાદ) બેઠકો પર વિજય હાંસલ કરી છે.
અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. નોંધનીય છે કે, 28 બેઠકમાંથી 16 બેઠક પર ભાજપ પહેલાંથી જ બિનહરીફ જાહેર થયું હતું અને આજે અન્ય 12 બેઠક પણ પોતાના કબ્જે કરી છે.
ચલાલા નગર પાલિકાની ચૂંટણીમાં તમામ 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર કરાયા છે. આ સાથે ભાજપના 24 ઉમેદવારો જીતી ગયા છે અને જેના પગલે ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરો મા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં કોંગ્રેસ ખાલી હાથ રહી ગઇ છે
સાબરકાંઠાના વિજયનગરની તાલુકા પંચાયતની બાલેટા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.
ખેડબ્રહ્મામાં રિકાઉન્ટિંગની માંગ
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વોર્ડ નંબર 3ના અપક્ષ ઉમેદવાર રામજી પંડ્યાએ રિકાઉન્ટિંગની માંગ કરી છે. ભાજપ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે વોર્ડ નંબર 3 માં ફક્ત 30 મતોનું માર્જિન હોવાના કારણે રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી રહી છે.
તાપીના સોનગઢમાં ભગવો લહેરાયો
તાપીના સોનગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે. 28 બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં ભાજપના 16 ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. નોંધનીય છે કે, સોનગઢ નગરપાલિકામાં પાંચ બેઠક પર ભાજપ બિનહરીફ રહી હતી.
હળવદમાં થઈ બબાલ
હળવદ વોર્ડ નંબર.3 નું પરિણામ જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. માહોલ ઉગ્ર બનતા પોલીસે સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો.
ગઢડા નગરપાલિકામાં ભાજપની જીત
ગઢડા નગરપાલિકા વોર્ડ નંબર 3ની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ભાજપની કુલ 8 બેઠકો પર જીત થઈ છે. નોંધનીય છે કે, ચાર બેઠક પર પર ભાજપના ઉમેદવાર પહેલાંથી જ બિન હરીફ જાહેર થયા હતાં.
દ્વારકાના સલાયામાં ઉલટફેર
દ્વારકાના સલાયામાં જોરદાર ઉલટફેર જોવા મળ્યો. અહીં આપના 8 ઉમેદવારો જીતી ગયા છે. જોકે ભાજપ અને કોંગ્રેસના હાથમાં હજુ કંઇ આવતું દેખાતું નથી.
જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલ જીતી
જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ જીતી જતાં ભાજપનો વિજયરથ આગળ વધ્યો. આ સાથે ભાજપનો સ્કોર જૂનાગઢ મહાનગરપાલિકામાં 27 પર પહોંચી ગયો છે જ્યારે 1 બેઠક અપક્ષના હાથમાં છે અને કોંગ્રેસ હજુ ખાલી હાથ છે.
ચાણસ્મા વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલ જીતી
હળવદમાં વોર્ડ નંબર 1માં ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો છે ત્યારે ચાણસ્મામાં વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલ જીતી જતાં ખાતું ખુલી ગયું છે.
વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સત્તા મળવાની શક્યતા
વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો 11 બેઠકો પર ભાજપ બિનહરિફ રહ્યા બાદ હવે વધુ ચાર બેઠકો જીતી ગયો છે. વાંકાનેરમાં કુલ 28 બેઠકો છે. જેમાં મોટાભાગની બેઠકો ભાજપને મળે તેવી શક્યતાને જોતાં સત્તામાં અહીં ભાજપ આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.
જૂનાગઢમાં ભાજપનો મોટો ઝટકો
ગિરિશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા હાર્યો. આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક અપક્ષના ખાતામાં જતી રહી છે. ગિરિશ કોટેચા જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે.
બોરિયાવી નગરપાલિકાના વોર્ડ નંબર 1 ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારને જીત મળી હતી.
આંકલાવ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપના 1 અને અપક્ષના 3 ઉમેદવારો જીત્યાં છે.
છોટાઉદેપુર ન.પા.વોર્ડ નંબર 1 માં 1 કોંગ્રેસ અને 3 અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે.
ધરમપુર વોર્ડ નંબર 1માં ચારેય અપક્ષ ઉમેદવારની પેનલ જીતી
ધરમપુરમાં ભાજપ અને કોંગ્રેસને પછાડી વોર્ડ નંબર 1 માં અપક્ષના ઉમેદવારોએ શાનદાર વિજય પ્રાપ્ત કર્યો છે.
જૂનાગઢ મહા.ન.પા.ના વોર્ડ નંબર 13 માં ભાજપ વિજયી
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13 માં પણ ભાજપની પેનલ જીતી જતાં ભાજપનો કુલ આંકડો હવે 20 પર પહોંચી ગયો છે.
ગાંધીનગરમાં રૂપાલ તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસનો વિજય
તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ખાતું ખોલતાં ગાંધીનગરના રુપાલમાં વિજયી શરૂઆત કરી છે. અહીં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે. જ્યારે ગાંધીનગરમાં તાલુકા પંચાયતની બે બેઠક પર ભાજપ જીત્યો છે. રાયપુર તાલુકા પંચાયતની બેઠક ભાજપ જીતી ગયો છે.
જૂનાગઢના વોર્ડ નંબર 5 અને 1માં ભાજપની પેનલ જીતી. ચારેય ઉમેદવારો જીત્યાં
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજયરથ જારી છે. હજુ સુધી કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી. વોર્ડ નંબર 5માં અને 1માં વિજય સાથે ભાજપના ખાતામાં 16 બેઠકો આવી ચૂકી છે. કુલ બેઠકો 60 છે.
બાવળા ન.પા.માં કોંગ્રેસના બે ઉમેદવાર જીત્યાં
બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના 2 અને ભાજપના 2 ઉમેદવારો જીત્યાં હતા.
સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી
સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય માણસા નગરપાલિકાની વોર્ડ- નંબર 1માં પણ ભાજપની પેનલ જીતી છે.
લુણાવાડા-બાલાસિનોરમાં ભાજપની વિજયી શરૂઆત
લુણાવાડા અને બાલાસિનોરમાં ભાજપની પેનલ આગળ છે. સંતરામપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ આગળ નીકળી ગઈ છે.
ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં પંજો આગળ
ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાણવડની 24 પૈકી 8 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા.
કુતિયાણા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપની પેનલ જીતી
બીજી બાજુ કુતિયાણા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીતી ગયા છે.
વલસાડમાં પણ ભગવો
વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી. જ્યારે જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર વિજયી થયા.
હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી
સ્થાનિક એકમોની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામો અનુસાર ખેડબ્રહ્માં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ એટલે કે ચારેય ઉમેદવાર વિજયી બન્યા છે. જ્યારે હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં પણ ભગવો લહેરાયો છે.
ગાંધીનગરમાં શું છે સ્થિતિ?
ગાંધીનગર તાલુકા પંયાયતની રાયપુર બેઠક પર ભાજપે વિજયી શરૂઆત કરી.
જામજોધપુરના વોર્ડ નંબર-1માં ભાજપનો વિજય
ચોરવાડ નગરપાલિકામાં પહેલો વોર્ડ ભાજપે જીત્યો હતો. જામજોધપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો.
અમરેલીના ચલાલામાં ભાજપની જીત
અમરેલીના ચલાલામાં વોર્ડ નંબર-1માં ભાજપની જીત થઇ છે. 24 બેઠકની ચલાલા નપામાં 4 બેઠક પર જીત સાથે ભાજપે ખાતુ ખોલ્યું હતું.
સાબરકાંઠામાં ભાજપની વિજયી શરૂઆત
સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નં-1માં ભાજપની જીત થઇ હતી. તલોદના વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. કોડીનારમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા.
માણસા નગરપાલિકામાં વોર્ડ નંબર-1 પર ભાજપની જીત
લુણાવાડામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. ધ્રોલ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. માણસા નગરપાલિકાની વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. સાણંદ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલની જીત થઇ હતી.
Related Articles
ધરોઈ ડેમની સપાટી 617.51 ફુટે પહોંચી, 2 ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડાયું
ધરોઈ ડેમની સપાટી 617.51 ફુટે પહોંચી, 2 ગ...
Aug 30, 2025
આણંદના ઉમરેઠમાં ભારે વરસાદથી પાણી ભરાયા, ઘરમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી
આણંદના ઉમરેઠમાં ભારે વરસાદથી પાણી ભરાયા,...
Aug 30, 2025
2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા બેટમાં ફેરવાયા
2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમા...
Aug 30, 2025
તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા
તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને...
Aug 29, 2025
પાટણના ધારાસભ્યના હોર્ડિંગ્સ ઉતારાતા વિવાદ, ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને-સામને
પાટણના ધારાસભ્યના હોર્ડિંગ્સ ઉતારાતા વિવ...
Aug 29, 2025
ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ
ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ...
Aug 29, 2025
Trending NEWS

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

29 August, 2025