બ્રહ્માકુમારીના પ્રમુખ રસજયોગિની દાદી રતનમોહિનીનું 101 વર્ષની ઉંમરે નિધન, અમદાવાદની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

April 08, 2025

આબુરોડ  : બ્રહ્માકુમારીના પ્રમુખ રસજયોગિની દાદી રતનમોહિનીનું સોમવારે મોડી રાત્રે 1:20 વાગે નિધન થઇ ગયું છે. તેમણે 101 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે ઘણા સમયથી બિમાર હતા અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

તેમનો પાર્થિવ દેહ મંગળવારે સવારે રાજસ્થાનના આબુરોડમાં સ્થિત બ્રહ્માકુમારીઝના મુખ્યાલય શાંતિવનમાં રાખવામાં આવશે,

જ્યાં તેમના અંતિમ દર્શન કરવામાં આવશે. 10 એપ્રિલની સવારે 10 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બ્રહ્માકુમારીઝના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને પુષ્ટિ કરવામાં આવી છે. 

ફેસબુક પર લખ્યું છે કે 'અમારી પરમ આદરણીય, મમતામયી માં સમાન રાજયોગિની દાદી રતન મોહિનીના અથક આધ્યાત્મિક સેવાના જીવન બાદ 101 વર્ષની ઉંમરે ધીમે-ધીમે સૂક્ષ્મ લોકોમાં પ્રવેશ કર્યો છે.

તેમની દિવ્ય ઉપસ્થિતિ અને શુદ્ધ કંપન આધ્યાત્મિક પથને રોશન કરતા રહેશે અને લાખો લોકોનું માર્ગદર્શન કરતા રહેશે. પ્રેમ, સાદગી અને ઉચ્ચ દ્વષ્ટિની તેમની વિરાસત અમારા દિલમાં હંમેશા જીવિત રહેશે. દાદાજી 2021થી બ્રહ્માકુમારીઝના વહિવટી વડા હતા.