ઈડીની મોટી કાર્યવાહી, રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

April 16, 2025

નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે EDએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ વડા સેમ પિત્રોડા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ છે. આ કેસમાં આરોપોની નોંધ લેવા માટે કોર્ટે 25 એપ્રિલની સુનાવણીની તારીખ નક્કી કરી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

નેશનલ હેરાલ્ડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ ઓવરસીઝ ચીફ સેમ પિત્રોડા, સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ ચાર્જશીટ તપાસ એજન્સી દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ કેસ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત છે, જેમાં આગામી સુનાવણી 25 એપ્રિલે થશે.