દુબઈથી આવેલી ભારતીય મહિલાની 75.6 કરોડના કોકેઈન સાથે ધરપકડ

April 16, 2025

ગુપ્ત માહિતીના આધારે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મંગળવાર, 14 એપ્રિલના રોજ દિલ્હીના IGI ખાતે એક ભારતીય મહિલા મુસાફરની 7.56 કિલો કોકેઈન સાથે ધરપકડ કરી છે. જેની કીંમત 75. 6 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે.

DRI અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યું હતું કે એજન્સી પાસેથી મશળતી માહિતી પ્રમાણે દુબઈથી પાછી ફરતી મહિલાને દિલ્હીના ઈન્દીરા ગાંધી એરપોર્ટ પર રોકવામાં આવી હતી. જેમાં તેની પાસેથી 7 કિલો એટલે કે 75.6 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

ડીઆરઆઈએ જણાવ્યું કે મહિલા મુસાફરના સામાનની તપાસ દરમિયાન પાંચ ખાલી હેન્ડબેગ અને પર્સ મળી આવ્યા હતા. આ બેગના અંદરના લેયરો કાપવા પર, સફેદ રંગના પાવડરથી ભરેલા દસ પેકેટ મળી આવ્યા, જે કોકેઈન હતા.