ટીવી જગતના સ્ટાર 'કપલ' લેશે છૂટાછેડાં? જાણો અભિનેત્રીએ શું કર્યો ખુલાસો

April 16, 2025

 દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટીવી જગતના લોકપ્રિય કપલ્સમાંથી એક છે. ઘણા વર્ષોના સંબંધ પછી બન્નેએ લગ્ન કર્યા અને આજે પણ બન્ને સુખ-દુઃખમાં એકબીજાની સાથે છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી એવા સમાચાર આવી રહ્યા છે કે તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે અને તેઓ છૂટાછેડા લઈને તેમના નવ વર્ષના લગ્નજીવનનો અંત લાવવા જઈ રહ્યા છે. હવે વિવેકે આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે.  વિવેક તાજેતરમાં એક કાર્યક્રમમાં ગયો હતો અને જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, 'અમને આ સમાચાર સાંભળીને આનંદ થઈ રહ્યો છે. દિવ્યાંકા અને હું હસીએ છીએ. આઈસ્ક્રીમ ખાતી વખતે અમને લાગે છે કે જો આ અફવા વધુ લાંબી થશે તો અમે પોપકોર્ન પણ ઓર્ડર કરીશું.'  વિવેકે ફરીથી સોશિયલ મીડિયા પર ખોટા ક્લિકબેટ વીડિયો પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી છે. તેણે કહ્યું, 'હું યુટયુબ વીડિયો પણ બનાવું છું. મને ખબર છે કે ક્લિકબેટ કેવી રીતે કામ કરે છે. તમે કંઈક સનસનાટીભર્યું અપલોડ કરે છો અને લોકો આવીને તે વીડિયો જુએ છે. પણ આપણે આવી ખોટી વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ.'  તમને જણાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેકની મુલાકાત યે હૈ મોહબ્બતે શૉ દરમિયાન થઈ હતી, જ્યાં દિવ્યાંકા મુખ્ય ભૂમિકામાં હતી પરંતુ વિવેક સાઈડ રોલ ભજવી રહ્યો હતો. બન્ને ફરી મિત્ર બન્યા અને પછી ધીમે-ધીમે આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.