UAEમાં હિન્દુઓને ધર્મનું પાલન કરવાનો અધિકાર મળ્યો, મહિલાઓને પણ અનેક સ્વતંત્રતા: નવો પર્સનલ લૉ લાગુ

April 16, 2025

યુએઈમાં પર્સનલ સ્ટેટ્સ લૉમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. જે 15 એપ્રિલથી લાગુ થયા છે. જેમાં હિન્દુઓ સહિત નોન મુસ્લિમને હક આપવામાં આવ્યો છે. તેમજ લગ્ન-સંપત્તિ જેવા પર્સનલ લૉમાં અનેક પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે. લગ્ન, છૂટાછેડા, વારસાઈ, અને બાળકોની કસ્ટડી જેવા કિસ્સામાં નોન-મુસ્લિમ ઈમિગ્રન્ટ્સ અને સ્થાનિક નાગરિકોને રાહત તથા સમાનતા આપવામાં આવી છે. વધુમાં મહિલાઓના અધિકારોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હિન્દુ, ખ્રિસ્તી અને અન્ય નોન-મુસ્લિમો જે યુએઈએમાં વસે છે. તેઓને પોતાની પરંપરાઓ અને માન્યતાઓની સાથે રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

યુએઈમાં પર્સનલ સ્ટેટ્સ લૉમાં કરવામાં આવેલા સુધારાઓ ત્યાંના પ્રત્યેક નાગરિક અને રહેવાસી પણ લાગુ થાય છે. પરંતુ નવા કાયદામાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ સહિત નોન-મુસ્લિમ લોકોને અમુક છૂટ આપવામાં આવી છે કે, તેઓ પોતાના દેશા કાયદા અને પોતાની માન્યતા-પરંપરા મુજબ અન્ય વિકલ્પ પસંદ કરી શકે છે. 

કોને મળશે નિયમોમાં છૂટ

યુએઈમાં નાગરિકઃ આ કાયદો યુએઈના તમામ નાગરિકો પર લાગુ થાય છે. જો કોઈ પણ આંતર-ધર્મ લગ્ન થાય છે, અર્થાત યુએઈના પુરુષના કોઈ અન્ય ધર્મની મહિલા સાથે લગ્ન થાય છે. તો તેના પર આ નવો કાયદો લાગુ થશે.

નોન-મુસ્લિમ નાગરિકઃ જે લોકો પાસે યુએઈની નાગરિકતા છે, પરંતુ તેઓ મુસલમાન નથી, ખ્રિસ્તિ-હિન્દુ કે અન્ય ધર્મના છે. તેઓ આ કાયદાના સ્થાને પોતાના પર્સનલ લૉ તથા પોતાના દેશના નિયમોનું પાલન કરી શકે છે. નોન-મુસ્લિમ નાગરિક યુએઈના કાયદો અથવા અન્ય વિકલ્પની પસંદગી કરી શકે છે. જો પોતાની માન્યતા અનુસાર, કોઈ વિકલ્પ પસંદ કરવામાં નહીં આવે તો તેવી સ્થિતિમાં યુએઈનો કાયદો સ્વીકારવાનો રહેશે.

હિન્દુઓ સહિત નોન-મુસ્લિમો માટે નવા નિયમ

જે લોકો મુસ્લિમ નથી અને UAEના નાગરિક નથી, પણ અહીં રહે છે, તે બધા લોકો તેમના ધર્મ અનુસાર પર્સનલ લૉનું પાલન કરી શકે છે. પોતાના દેશની માન્યતા અને પરંપરા અનુસાર, પર્સનલ લૉનું પાલન કરી શકે છે. તેમજ લગ્ન માટે, તમે અબુ ધાબીના નાગરિક લગ્ન કાયદા અને મોરેશિયસના કાયદા વચ્ચે પસંદગી કરી શકો છો. UAEમાં રહેતા ભારતીયો ભારતના કાયદાનો ઉપયોગ કરી શકે છે. નવો પર્સનલ સ્ટેટ્સ લૉ ચોક્કસ પરિસ્થિતિઓમાં UAE ની બહારના વ્યક્તિઓ પર લાગુ થશે.

છૂટાછેટાના કિસ્સામાં પણ છૂટ

યુએઈમાં વસતા દંપતિમાં છૂટાછેડાના કિસ્સામાં જો બંનેમાંથી કોઈ એક વ્યક્તિ યુએઈનો નાગરિક હશે તો આ નવો કાયદો લાગુ થશે. પરંતુ જો બંને વિદેશી હશે તો તેમને પોતાના દેશના પર્સનલ લૉ અનુસાર કાયદાકીય પ્રક્રિયા કરવાનો વિકલ્પ મળશે.

નવા પર્સનલ લૉમાં છૂટ

  • છોકરા અને છોકરીના લગ્ન માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષની રહેશે
  • જો કોઈ વ્યક્તિ 18 વર્ષની હોય અને તેનો પરિવાર તેને લગ્ન કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી રહ્યો હોય, તો તે કોર્ટમાં જઈ શકે છે.
  • જો કોઈ મહિલા પોતાનાથી 30 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કરવા માંગતી હોય અને આ તેનું પહેલું લગ્ન હોય, તો તેણે આ માટે ન્યાયાધીશની મંજૂરી લેવી પડશે. કોર્ટ બંનેની સુસંગતતા જોશે.
  • જો કોઈ મહિલા UAE ની રહેવાસી છે અને મુસ્લિમ છે અને અહીં લગ્ન કરવા માંગે છે, તો આ માટે તેણે તેના માતાપિતા કે અન્ય કોઈ વાલીની પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં.
  • મુસ્લિમ ડાયસ્પોરા, એટલે કે, અન્ય દેશોના મુસ્લિમો હવે લગ્ન, છૂટાછેડા, કસ્ટડી અને વારસા જેવા વ્યક્તિગત બાબતો માટે તેમના દેશના કાયદા લાગુ કરવાનું પસંદ કરી શકે છે.
  • જો સગાઈ તૂટી જાય, તો બધી ભેટો (25,000 દિર્હમથી વધુ કિંમતની ભેટો) પરત કરવી પડશે.
  • જો કોઈ દહેજ અગાઉથી આપવામાં આવ્યું હોય, તો તે પણ પાછું આપવું પડશે.
  • જો સગાઈ કોઈ પણ પક્ષના દોષ વિના તૂટી જાય અથવા કન્યા અને વરરાજામાંથી કોઈ એકનું મૃત્યુ થાય, તો ભેટ પરત કરવાની જરૂર નથી.
  • છૂટાછેડાના કિસ્સામાં, 15 વર્ષથી વધુ ઉંમરનો બાળક પોતે નક્કી કરી શકે છે કે તે તેની માતાની કસ્ટડીમાં રહેવા માંગે છે કે પિતાની.
  • બાળકોની કસ્ટડી માટેની ઉંમર પહેલા 21 વર્ષ હતી, જે હવે ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે જ્યારે છોકરીઓ લગ્ન ન થાય ત્યાં સુધી કસ્ટડીમાં રહેશે.
  • જૂના નિયમ મુજબ, નોન-મુસ્લિમ મહિલાઓની કસ્ટડી ફક્ત 5 વર્ષમાં સમાપ્ત થતી હતી.
  • પતિ તેના માતાપિતા અથવા પાછલા લગ્નના બાળકો સાથે ફક્ત ત્યારે જ રહી શકે છે જો તે તેમને આર્થિક સહાય આપે અને તેનાથી પત્નીને કોઈ નુકસાન ન થાય.
  • જો બંને પતિ-પત્ની વૈવાહિક ઘરના માલિક હોય અથવા ભાડે રાખતા હોય, તો બંનેમાંથી કોઈ પણ પરસ્પર સંમતિ વિના બીજા કોઈ વ્યક્તિને ત્યાં રહેવાની મંજૂરી આપી શકશે નહીં. પતિના માતા-પિતા ફક્ત પત્ની પરવાનગી આપે તો જ રહી શકે છે.
  • છૂટાછેડા માટે મધ્યસ્થીનો ફરજિયાત સમયગાળો 90 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે. પતિએ 15 દિવસની અંદર છૂટાછેડા અથવા સમાધાનનો સત્તાવાર દસ્તાવેજ સબમિટ કરવો આવશ્યક છે.
  • જ્યાં સુધી બાળક આત્મનિર્ભર ન બને ત્યાં સુધી આર્થિક સહાયની જવાબદારી પિતાની હોય છે.
  • પત્નીને પોતાની મિલકતનું સંચાલન કરવાની સ્વતંત્રતા રહેશે અને પતિ તેની સંમતિ વિના તેમાં કંઈ કરી શકશે નહીં.
  • સાસુ અને સસરા પરવાનગી વિના રહી શકશે નહીં
  • નવા કાયદામાં એવી જોગવાઈ છે કે પતિના માતા-પિતા કાયદેસર રીતે તે ઘરમાં રહી શકતા નથી જ્યાં સુધી પત્ની તેની પરવાનગી ન આપે.
  • જો કોઈ પુરુષે બીજા લગ્ન કર્યા હોય અને તેના પહેલા લગ્નથી તેના પર આર્થિક રીતે નિર્ભર બાળકો હોય, તો તેઓ આ ઘરમાં રહી શકે છે. જો સ્ત્રીને તેના પાછલા લગ્નથી બાળકો હોય અને તેમનો કોઈ અન્ય વાલી ન હોય, તો તેઓ પણ આ ઘરમાં રહી શકે છે.