AAPના દિગ્ગજ નેતાને ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ CBIના દરોડા, રાજકારણ ગરમાયું
April 17, 2025
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકના ઘરે CBIએ દરોડા પાડ્યા છે. આ દરોડા અંગે AAPએ આરોપ લગાવ્યો છે કે, દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીની જવાબદારી સોંપાયા પછી તરત જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ દાવો કર્યો છે.
આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકના ઘરે દરોડા વિશે જાણકારી આપતાં અધિકારીએ જણાવ્યું કે, દુર્ગેશ પાઠકના ઘરની તપાસ કરી રહી છે. તેમના ઘર પર ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટરી એક્ટના એક મામલે દરોડા પાડવામાં આવ્યા છે.
ગુરૂવારે દિલ્હી સ્થિત આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્યના આવાસ પર CBI દરોડાનો દાવો કરતા આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, જેસ્મિન શાહ સહિત અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ વિશે માહિતી આપી હતી.
મનીષ સિસોદિયાએ એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, 2027માં ગુજરાતમાં યોજવનારી વિધાનસભા ચૂંટણીની જવાબદારી મળતાની સાથે જ દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા પાડવામાં આવ્યા. આ કોઈ સંયોગ નથી પરંતુ, ભાજપનું કાવતરૂ છે. ભાજપ જાણે છે કે, ગુજરાતમાં હવે ફક્ત આમ આદમી પાર્ટી જ તેને ચેલેન્જ કરી શકે છે. આ હકીકતે ભાજપને હચમચાવી દીધી છે.
દુર્ગેશ પાઠકના ઘરે CBI દરોડાનો દાવો કરતા રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે, ભાજપની ગંદી રમત શરૂ થઈ ગઈ છે. ગુજરાતના પ્રભારીના ઘરે CBI પહોંચી છે. મોદી સરકારે આમ આદમી પાર્ટીને ખતમ કરવાની તમામ યુક્તિ અજમાવી છે તેમ છતાં તેમને શાંતિ નથી મળી. ગુજરાતમાં ભાજપની સ્થિતિ કથળી રહી છે. આમ આદમી પાર્ટીએ જેવું દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીના પ્રભારી બનાવ્યા તેમને ધમકાવવા માટે CBI મોકલી દેવામાં આવી.
Related Articles
મોદી અને પુતિનની મુલાકાતથી ચીન ગદગદ, કહ્યું- ભારત અને રશિયા પશ્ચિમી દેશો સામે ઝૂકતા નથી
મોદી અને પુતિનની મુલાકાતથી ચીન ગદગદ, કહ્...
Dec 05, 2025
ઈન્ડિગોની 1000 ફ્લાઈટ્સ રદ: DGCAએ ઈન્ડિગો વિરૂદ્ધ તપાસના આપ્યા આદેશ
ઈન્ડિગોની 1000 ફ્લાઈટ્સ રદ: DGCAએ ઈન્ડિગ...
Dec 05, 2025
પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી
પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની ન...
Dec 04, 2025
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં...
Dec 04, 2025
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી: અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધ...
Dec 04, 2025
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ, ગોવાથી પુરુષ તો દમણથી મહિલા પકડાઈ
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ...
Dec 04, 2025
Trending NEWS
04 December, 2025
04 December, 2025
04 December, 2025
04 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025