બુમરાહ 2024નો સર્વશ્રેષ્ઠ ખેલાડી, ICCએ સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ આપ્યો

January 28, 2025

મુબઈ : ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 'આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024' તરીકે બિરદાવવામાં આવ્યો છે. આ એવોર્ડ માટે ઈંગ્લેન્ડના હેરી બ્રૂક, જો રૂટ અને ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ રેસમાં હતા. પરંતુ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ સાથે બુમરાહે બાજી મારતાં આઈસીસીએ તેને સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડથી સન્માનિત કર્યો છે.


સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ વર્ષ દરમિયાન ક્રિકેટ શ્રેત્રે સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરનારા ખેલાડીને આપવામાં આવે છે. 2023માં પેટ કમિન્સને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આઈસીસી દ્વારા એન્યુઅલ એવોર્ડની શરૂઆત બાદ સૌપ્રથમ વખત સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી ભારતીય દિગ્ગજ ભૂતપૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડને 2004માં આપવામાં આવી હતી. બાદમાં 2010માં સચિન તેંદુલકરને અને 2017 તથા 2018માં વિરાટ કોહલીને આ ટ્રોફીથી સન્માનિત કરાયો હતો.