પશ્ચિમ બંગાળમાં CIDએ 1000 કરોડના સાઈબર ફ્રોડનો પર્દાફાશ કર્યો, 2ની ધરપકડ

July 24, 2024

પ. બંગાળની સીઆઈડીએ ભારતના સૌથી મોટા સાઈબર દગાખોરીના કિસ્સામાં સફળતા મેળવી છે. કથિત રીતે હજારો કરોડના ગોટાળા તેમાં સામેલ છે. છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા આ ફ્રોડે અનેક લોકોના રૂપિયા સોશિયલ મીડિયાની મદદથી ઠગી લીધા હતા. હવે તેમાં 2 લોકોની દિલ્હી અને હરિયાણાથી ધરપકડ કરાઈ છે. બંનેને 12 દિવસની કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

સીઆઈડીનો દાવો છે કે આરોપી અનેક સોશિયલ મીડિયા મેસેન્જર પ્લેટફોર્મ જેમકે વોટ્સએપ, ટેલિગ્રામ અને ફેસબુક મેસેન્જર પર એક્ટિવ રહેતા અને એક ગ્રૂપના લોકોને ટારગેટ કરીને પ્લેટફોર્મ પર ગ્રૂપ બનાવીને તેમની પાસેથી ઠગાઈ કરતા. ટારગેટ કરાયેલા સોશિયલ મીડિયા યૂઝર્સને અનેક ગ્રૂપ્સમાં જોડી દેવામાં આવ્યા હતા અને ક્રિપ્ટોમાં ઈનવેસ્ટમેન્ટ સમયે ઓછા સમયમાં વધારે રૂપિયા કમાવવાની લાલચ પણ અપાતી. આ સાથે જ લોકો ઠગાઈમાં સામેલ થઈ જતા હતા.

પશ્ચિમ બંગાળની સીઆઈડીએ તપાસ કરી અને એક 2 લોકોની ધરપકડ કરી છે. હરિયાણાથી માનુષ કુમાર અને દિલ્હીથી સત્યેન્દ્ર મહતોની ઘરપકડ કરાઈ છે. આ સાથે જ આ કિસ્સો 1000 કરોડની ઠગાઈનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કેસમાં તપાસ ચાલી રહી છે અને શક્ય છે કે તેમાં વધુ લોકો અને કંપનીઓ સામેલ હોવાનું ખુલી શકે છે.