દિનેશ કાર્તિક બન્યો RCB ટીમનો નવો બેટિંગ કોચ અને મેન્ટર

July 03, 2024

નવી દિલ્હી : RCB ટીમ પાસે હંમેશા સારા ખેલાડીઓ રહ્યા છે, પરંતુ ટીમ એક પણ વખત IPL ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. ટીમ IPL 2024ના એલિમિનેટર સુધી પહોંચી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે RCBએ IPL 2025 પહેલા એક મોટો નિર્ણય લીધો છે અને દિનેશ કાર્તિકને મેન્ટર અને બેટિંગ કોચ બનાવ્યો છે. કાર્તિક ટીમ ઈન્ડિયાનો ભાગ હતો જેમણે T20 વર્લ્ડ કપ 2007નો ખિતાબ જીત્યો હતો. તેમણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. IPL સીઝન પસાર થયા બાદ જ તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેર કરી દીધી હતી.

IPL 2025 પહેલા જ RCB ટીમે દિનેશ કાર્તિકને બેટિંગ કોચ અને મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરતી વખતે RCBએ લખ્યું કે, ‘દિનેશ કાર્તિક સંપૂર્ણપણે નવા અવતારમાં RCBમાં પાછો ફર્યો છે. તે મેન્સ ટીમનો બેટિંગ કોચ અને મેન્ટર રહેશે. તમે કોઈ માણસને ક્રિકેટમાંથી બહાર ફેંકી શકો છો, પરંતુ ક્રિકેટને માણસની અંદરથી નહીં. 12મી મેન આર્મી.

IPL 2024માં RCB ટીમને રાજસ્થાન રોયલ્સ સામે એલિમિનેટરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. IPLમાં ખેલાડી તરીકે આ તેની છેલ્લી મેચ હતી. આ પછી તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું જીવનમાં અન્ય બાબતોમાં આગળ વધવા માંગે છે. હું મારા તમામ કોચ, કેપ્ટન, સાથી ખેલાડીઓ, પસંદગીકારો અને સપોર્ટ સ્ટાફનો આભાર માનુ છું. આપણા દેશમાં ઘણા લોકો ક્રિકેટ રમે છે, તેથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને ભારતીય ટીમ માટે રમવાનો મોકો મળ્યો