દ્વારકાધીશ જગતમંદિરમાં ધામધૂમથી ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, તડામાર તૈયારી
March 04, 2023

જામનગર: દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ઉજવણીને લઈને તંત્રએ તડામાર તૈયારીઓ હાથ ધરી છે. દ્વારકા મંદિર પરિસર અને શહેરમાં 1500થી વધુ પોલીસ કાફલો ખડેપગે રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે અને દ્વારકા મંદિર સુરક્ષાના DySp સમીર શારડાના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવાનો અનેરો મહિમા છે ત્યારે ફુલડોલની ઉજવણી માટે દૂર દૂરથી પગપાળા વડે પદયાત્રીઓ લાખોની સંખ્યામાં દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચી રહ્યા છે. મંદિર પરિસરમાં ભક્તજનો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
સંપૂર્ણ વ્યવસ્થા સાથે લાઈન બંધ ભક્તજનો મંદિરમાં પહોંચી શકે તે માટે બેરીકેટ બનાવી અને સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે સાથે મંડપ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી ગરમીમાં ભક્તજનો હેરાન ન થાય. આગામી તારીખ 8 ના રોજ ધુળેટીના દિવસે બપોરે 2 થી 3 વાગ્યા વચ્ચે મંદિર પરિસરમાં ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાશે. ભગવાન દ્વારકાધીશ સાથે ભક્તો ધુળેટીના રંગોથી રંગાશે જે નજારો ખુબજ આહલાદક હોય છે.
યાત્રાધામ દ્વારકા જગ વિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરે ખાતે અગામી તારીખ 8/3 ફાગણ વદ (એકમ)ના દિવસે ફુલડોલ ઉત્સવ ધામધુમ પૂર્વક ઉજવવાનો હોય તેને અનુંલક્ષી જગત મંદિરનો કાર્યક્રમ જાહેર કરાયો છે. તા,7/3 મંગળવાર હોળી (પૂર્ણિમાં) નીમિત્તે ઠાકોરજીની મંગળા આરતી 6:00 કલાકે થશે.અનોસર (મંદિર બંધ) બપોરે 01:00 થી 05:00 વાગ્યા સુધી બંધ રહેશે.
સાંજે નિત્યક્રમ મુંજબ દર્શન ખુલ્લા રહેશે. તા,8/3 શુક્રવારના જગત મંદિરે ફુલડોલ ઉત્સવ ઉજવાશે
Related Articles
અમરનાથ યાત્રા પર નહીં જઈ શકે 13 વર્ષની નીચેના અને 75 વર્ષથી વધુ ઉંમરના લોકો
અમરનાથ યાત્રા પર નહીં જઈ શકે 13 વર્ષની ન...
May 16, 2023
વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર:12 મહિના પછી સૂર્યનો શુક્રની રાશિમા પ્રવેશ
વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર:12 મહિના પછી...
May 16, 2023
મે મહિના દરમિયાન સૂર્ય, મંગળ અને શુક્ર રાશિ બદલશે
મે મહિના દરમિયાન સૂર્ય, મંગળ અને શુક્ર ર...
May 01, 2023
ગુરુનો ઉદય થતાં સર્જાશે હંસ રાજયોગ:27 એપ્રિલે ગુરુનો ઉદય થતાં માંગલિક કાર્યો શરૂ થશે
ગુરુનો ઉદય થતાં સર્જાશે હંસ રાજયોગ:27 એપ...
Apr 25, 2023
અખંડ શુભદાયી યોગ:ધનતેરસ અને દિવાળી જેવી લાભદાયી છે અક્ષય તૃતીયા
અખંડ શુભદાયી યોગ:ધનતેરસ અને દિવાળી જેવી...
Apr 18, 2023
14 એપ્રિલથી લાગી રહ્યો છે આ ગ્રહણ યોગ, આ રાશિના આવતા 30 દિવસ હશે ભારે
14 એપ્રિલથી લાગી રહ્યો છે આ ગ્રહણ યોગ, આ...
Apr 10, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023