કચ્છ-સૌરાષ્ટ્રમાંથી રૂ.271 કરોડની વીજ ચોરી ઝડપાઈ
April 25, 2025
કચ્છ : ગુજરાતમાં વીજ ચોરીની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)એ પોલીસની ટીમ સાથે રાખીને ગત નાણાકીય વર્ષ એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્રના વિવિધ ગામડાંઓ-વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં PGVCLએ 271.01 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી હોવાનું સામે આવ્યું છે. કચ્છ-સૌરાષ્ટ્રના ગામડાંઓ-વિસ્તારોમાં PGVCLની વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરો સહિતની ટીમ દ્વારા એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન કુલ 4,74,347 વીજ જોડાણોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી કુલ 63,198 વીજ જોડાણોમાં વીજ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આમ અંદાજીત રકમ રૂ.271.01 કરોડની ચોરી થઈ હતી.
મળતી માહિતી મુજબ, ગત નાણાકીય વર્ષમાં 1 કરોડથી વધુ રૂપિયા પાવરચોરીનું બિલ આવ્યું હોય તેવા પાંચ ગ્રાહકો મળી આવ્યા હતા. જેમાં ગોંડલ તાલુકાના શેમળા ગામમાં સ્પિનિંગ મિલના મીટરમાં ચેડા કરીને રૂ.2.41 કરોડ, કાનેર તાલુકાના લક્કડધાર ગામના ટાઈલ્સના યુનિટમાં મીટરમાં ચેડા કરીને રૂ.2.13 કરોડ, ભચાઉના માનફરા ગામના સિલિકા મેન્યુફેક્ચરિંગ યુનિટના વીજ જોડાણમાં મીટર બાયપાસ કરીને રૂ.1.65 કરોડ, ટંકારા તાલુકાના વાઘગઢ ગામમાં ઓઈલ ઇન્ડ.ના ઔદ્યોગિક હેતુના યુનિટમાં ટર્મિનલ સીલ સાથે ચેડા કરીને રૂ.1.16 કરોડ અને કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામના એન્જિનિયરીંગ વર્ક્સ યુનિટમાં મેગ્નેટનો ઉપયોગ કરીને રૂ.1.15 કરોડની વીજ ચોરી કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું હતું.
Related Articles
ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમાં આજે પણ અનેક ફ્લાઇટ રદ
ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમા...
Dec 10, 2025
ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત: ચાંગોદરમાં ગમખ્વાર અકસ્માત
ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડત...
Dec 09, 2025
જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનનું અચાનક હૃદય થંભી જવાથી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી
જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક...
Dec 08, 2025
અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત, 26 ફ્લાઇટ્સ રદ
અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવા...
Dec 08, 2025
કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ બનશે': પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ઘટના
કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ...
Dec 07, 2025
જંબુસર નજીક દરિયામાં બોટ પલટવાની ઘટના, વીડિયો સામે આવ્યા
જંબુસર નજીક દરિયામાં બોટ પલટવાની ઘટના,...
Dec 07, 2025
Trending NEWS
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
09 December, 2025
09 December, 2025