આજે પણ IPLમાં વરસાદી વિઘ્ન રહેશેઃ હવામાન નિષ્ણાત અંબાલાલ

May 29, 2023

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે પણ IPLમાં વરસાદી વિઘ્ન રહેશે તેમ જણાવ્યું છે. તેમજ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે. તથા 30 જૂન સુધી રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસુ સત્તાવાર 15 જૂન આસપાસ બેસે તેવી શક્યતા છે. તેમજ 4 જૂન સુધી પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લઈ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 7થી 10 જૂન સુધી એક સાઇકલોનની શક્યતા છે. જેમાં દરિયામાં ભારે પવન ફૂંકાશે અને અનેક ભાગોને નુકશાન થવાની ભીતી છે. રોહિણી નક્ષત્રને લઈ હજુ પણ જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં આજે પણ વધુ વરસાદની શક્યતા છે. તેથી આઇપીએલમેચ દરમિયાન પણ વરસાદ પડી શકે છે. એકંદરે ચોમાસુ અરબ સાગરમાં હવાના દબાણને આધારે હોય છે કે ક્યારથી થશે. પણ 15 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બેસી જશે.