ફ્લેગ માર્ચ, અમિત શાહની હાઇ લેવલ બેઠક,શાંતિ ભંગ કરનારનુ આવી બનશે

November 18, 2024

કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા પગલાં લેતી જોવા મળી રહી છે. મણિપુર હિંસા પર આજે ગૃહ મંત્રાલયમાં અમિત શાહની મહત્વની બેઠક છે. ભારતીય સેના અને આસામ રાઈફલ્સના જવાનોએ ઈમ્ફાલમાં ફ્લેગ માર્ચ કાઢી હતી. આ ફ્લેગ માર્ચ દ્વારા શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તંગદિલીને જોતા ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. રસ્તાઓ પર વાહનોની ઓછી અવરજવર જોવા મળી છે, સુરક્ષા કર્મચારીઓ ખડે પગે ઉભા છે. આ સાથે જ મુખ્યમંત્રી આવાસ અને રાજભવનની બહાર સુરક્ષા સઘન કરવામાં આવી છે.

મણિપુરને લઈને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે આજે બોલાવવામાં આવેલી બેઠકમાં મુખ્ય એજન્ડા એ સમીક્ષા કરવાનો છે કે કેન્દ્રીય દળો દ્વારા બોલાવવામાં આવેલી કટોકટીની બેઠક દરમિયાન ગૃહ પ્રધાન દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ લાગુ કરવામાં આવી છે કે નહીં તેની સમીક્ષા કરાશે. આ બેઠકમાં ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય ગૃહ સચિવ, IB ડાયરેક્ટર, RAW ચીફ અને CRPF અધિકારીઓ હાજરી આપશે. મીટીંગમાં મેઇતેઇ અને કુકી સમુદાયના લોકો સાથે વારાફરતી વાતચીત માટે બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવશે