રૂ.2,000ની-નોટો પાછી ખેંચાતાં 10-વર્ષમાં પહેલી વખત બજારમાં ફરતી ચલણી નોટોનું પ્રમાણ ઘટયું
October 04, 2023

ચાલુ નાણાકીય વર્ષનાં પહેલા છ મહિનામાં બજારમાં ફરતી ચલણી નોટોના પ્રમાણમાં ઘટાડો થયો છે. છેલ્લા 10 વર્ષમાં પહેલી વખત વર્ષનાં પહેલા 6 મહિનામાં બજારમાં ફરતી ચલણી નોટો ઘટી છે. 31 માર્ચ 2023નાં રોજ કરન્સી ઈન સરક્યુલેશનનું પ્રમાણ રૂ. 33.78 ટ્રિલિયન હતું જે ઘટીને 22 સપ્ટેમ્બરનાં રોજ રૂ. 33.01 ટ્રિલિયન થઈ હતી.
આમ બજારમાં ફરતી ચલણી નોટોમાં રૂ. 76,658 કરોડનો ઘટાડો થયો હતો. છેલ્લા બે નાણાકીય વર્ષમાં પહેલા 6 મહિનામાં સીઆઈસીમાં FY 23માં રૂ. 33,357 કરોડનો અને FY22માં રૂ. 84,978 કરોડનો વધારો થયો હતો. કોરોનાના વર્ષ FY21માં એપ્રિલથી સપ્ટેમ્બરમાં CICનું પ્રમાણ વધીને રૂ. 2.43 કરોડ થયું હતું.
કારણે આ વર્ષે માર્કેટમાં ચલણમાં ફરતી નોટોનું પ્રમાણ ઘટયું હતું. સરકારે 19મી મેનાં રોજ રૂ. 2,000ની ચલણી નોટો માર્કેટમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઈનાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 96 ટકા એટલે કે રૂ. 3.46 ટ્રિલિયન નોટો બેન્કોમાં જમા થઈ છે. 19મી મેનાં રોજ માર્કેટમાં રૂ. 2,000ની રૂ. 3.56 ટ્રિલિયન નોટો ચલણમાં ફરતી હતી.
બજારમાંથી પાછી ફરેલી રૂ.2,000ની નોટો પૈકી ફક્ત 13 ટકા નોટો બેન્કોમાં એક્સ્ચેન્જ કરવામાં આવી હતી. મતલબ કે બાકીની નોટો બેન્કોમાં જમા કરાઈ હતી. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવાથી રૂ. 2,000ની નોટો પાછી ખેંચાયા છતાં ઇકોનોમીમાં તેની કોઈ અસર થઈ ન હતી.
Related Articles
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની ટોચની 25 કંપનીઓમાં સામેલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવ...
Apr 28, 2025
સુપ્રીમ કોર્ટે બંગાળની મમતા સરકાર વિરુદ્ધના હાઇકોર્ટના આદેશનો ભાગ રદ કર્યો
સુપ્રીમ કોર્ટે બંગાળની મમતા સરકાર વિરુદ્...
Apr 09, 2025
ટ્રમ્પ ટેરિફથી જાપાન-ચીન અને કોરિયાના શેરબજારમાં તબાહી, 8% ઘટાડો
ટ્રમ્પ ટેરિફથી જાપાન-ચીન અને કોરિયાના શે...
Apr 07, 2025
રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 999 પોઈન્ટ ગગડ્યો, 151 શેર વર્ષના તળિયે
રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડ...
Apr 01, 2025
એરટેલે સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં સ્ટારલિંક હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરાવશે
એરટેલે સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં...
Mar 12, 2025
9 મહીનાના સૌથી ખરાબ સ્તરે શેરબજાર, 1.33 લાખ કરોડ ડૂબ્યા
9 મહીનાના સૌથી ખરાબ સ્તરે શેરબજાર, 1.33...
Mar 04, 2025
Trending NEWS

07 May, 2025