રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની ટોચની 25 કંપનીઓમાં સામેલ
April 28, 2025

ભારતની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે રિફાઈનિંગથી માંડી રિટેલ બિઝનેસ ધરાવતી રિલાયન્સ વૈશ્વિક સ્તરે ટોચની 21મી કંપની બની છે. સાઉદી અરામ્કો 440 અબજ ડોલરની નેટવર્થ સાથે વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમની કંપની છે. ગુગલની આલ્ફાબેટ 345 અબજ ડોલર સાથે બીજા ક્રમે, માઈક્રોસોફ્ટ 303 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ગ્લોબલ કોર્પોરેટ જાયન્ટ્સની યાદીમાં એનર્જી સેક્ટરની આઠ કંપનીઓ સામેલ થઈ છે. જે સેક્ટરમાં કમાણી થઈ રહી હોવાનો સંકેત આપે છે. કોમ્યુનિકેશન સર્વિસિઝ અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સેક્ટરની પણ પાંચ અને ચાર કંપનીઓ સામેલ છે. નોંધનીય છે, આ યાદીમાંથી ફાઈનાન્સિયલ સેક્ટરની કંપનીઓ બહાર થઈ છે. કંપનીની નેટવર્થના આધારે ગ્લોબલ કોર્પોરેટ જાયટન્સમાં સ્થાન આપવામાં આવે છે. જે કંપનીની નાણાકીય તાકાત દર્શાવે છે. રિલાયન્સ 18 લાખ કરોડની માર્કેટ કેપ સાથે દેશની ટોચની કંપની છે. મજબૂત ત્રિમાસિક પરિણામો, ડિવિડન્ડ-બોન્ડની લ્હાણીની જાહેરાતના પગલે આજે રિલાયન્સનો શેર 5 ટકા ઉછળી 1365.50 થયો હતો. જે 1.06 વાગ્યે 4.91 ટકા ઉછાળે ટ્રેડ થયો હતો. આજે તેની માર્કેટ કેપમાં 89 હજાર કરોડનો વધારો થયો છે. કંપનીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2024-25માં 3 ટકા (રૂ. 81309 કરોડ) વધ્યો છે. ચોખ્ખી આવક 7.1 ટકા વધી રૂ. 9.6 લાખ કરોડ અને EBITDA 2 ટકા ઉછાળા સાથે 1.7 લાખ કરોડ નોંધાઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, નબળી મેક્રોઈકોનોમિક સ્થિતિ અને જિયો-પોલિટિકલ ક્રાઈસિસ સહિતના વૈશ્વિક પરિબળોના કારણે આ વર્ષ ખૂબ પડકારમય રહ્યું હતું. જો કે, અમારૂ ફોકસ ઓપરેશનલ શિસ્તતા, ગ્રાહક કેન્દ્રિત ઈનોવેશન અને ભારતના ગ્રોથની જરૂરિયાતોના આધારે કામગીરી પર રહ્યું હતું. જેના લીધે આ વર્ષે રિલાયન્સ મજબૂત સ્થિર નાણાકીય પ્રદર્શન કરી શકી છે.
Related Articles
સુપ્રીમ કોર્ટે બંગાળની મમતા સરકાર વિરુદ્ધના હાઇકોર્ટના આદેશનો ભાગ રદ કર્યો
સુપ્રીમ કોર્ટે બંગાળની મમતા સરકાર વિરુદ્...
Apr 09, 2025
ટ્રમ્પ ટેરિફથી જાપાન-ચીન અને કોરિયાના શેરબજારમાં તબાહી, 8% ઘટાડો
ટ્રમ્પ ટેરિફથી જાપાન-ચીન અને કોરિયાના શે...
Apr 07, 2025
રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 999 પોઈન્ટ ગગડ્યો, 151 શેર વર્ષના તળિયે
રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડ...
Apr 01, 2025
એરટેલે સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં સ્ટારલિંક હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરાવશે
એરટેલે સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં...
Mar 12, 2025
9 મહીનાના સૌથી ખરાબ સ્તરે શેરબજાર, 1.33 લાખ કરોડ ડૂબ્યા
9 મહીનાના સૌથી ખરાબ સ્તરે શેરબજાર, 1.33...
Mar 04, 2025
કોફી બનાવતી કંપની સ્ટારબક્સ 1100 કર્મચારીઓની છટણી કરવાની ફિરાકમાં
કોફી બનાવતી કંપની સ્ટારબક્સ 1100 કર્મચાર...
Feb 25, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025