પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ બનાવાયા, CCSની બેઠકમાં નિર્ણય
April 30, 2025

પાકિસ્તાન સાથે ભારતના તણાવ વચ્ચે ભારતે મોટો નિર્ણય કર્યો છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફાર કર્યો છે. પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત બોર્ડમાં વધુ છ સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ વેસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ પીએમ સિંહા, ભૂતપૂર્વ સધર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એકે સિંહ અને રીઅર એડમિરલ મોન્ટી ખન્ના, લશ્કરી સેવાઓમાંથી નિવૃત્ત અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજીવ રંજન વર્મા અને મનમોહન સિંહ ભારતીય પોલીસ સેવાના બે નિવૃત્ત સભ્યો છે. સાત સભ્યોના બોર્ડમાં બી વેંકટેશ વર્મા નિવૃત્ત વિદેશ સેવા અધિકારી છે. આ નિર્ણય પહલગામ આતંકવાદી હુમલાના પગલે લેવામાં આવ્યો છે, જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા તેમજ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પહલગામ આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારા તેમના નિવાસસ્થાને બોલાવવામાં આવેલી સુરક્ષા મામલેની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Related Articles
દિલ્હી-NCRમાં મેઘરાજાનો કહેર, વીજળી ગુલ, સાત લોકોના મોત
દિલ્હી-NCRમાં મેઘરાજાનો કહેર, વીજળી ગુલ,...
May 02, 2025
હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી : ખડગે
હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથ...
May 02, 2025
કાશ્મીરમાં દાલ લેકમાં શિકારા ડૂબી, પર્યટકો માટે બચાવ કાર્ય શરૂ
કાશ્મીરમાં દાલ લેકમાં શિકારા ડૂબી, પર્યટ...
May 02, 2025
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી, કોર્ટે ફટકારી નોટિસ
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોન...
May 02, 2025
ભારતની કાર્યવાહીના ડર વચ્ચે પાકિસ્તાનને 57 મુસ્લિમ દેશોનું સમર્થન
ભારતની કાર્યવાહીના ડર વચ્ચે પાકિસ્તાનને...
May 02, 2025
મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, ઘણા લોકોને ઊંઘ નહીં આવે: મોદી
મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, ઘણા...
May 02, 2025
Trending NEWS

અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે આગની ઘટના
02 May, 2025

વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘ...
30 April, 2025

AAPના બે દિગ્ગજ નેતા નવી મુશ્કેલીમાં ફસાયા, 2000 ક...
30 April, 2025

પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહ...
30 April, 2025

ડાંગના પર્વતારોહકની મોટી સિદ્ધિ, 17500 ફૂટ ઊંચાઈએ...
30 April, 2025

રિંકુ સિંહને એક પછી એક બે લાફા ઝીંકી દીધા કુલદીપ ય...
30 April, 2025

આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસે, રોહિત શર...
30 April, 2025