અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
August 15, 2026
અમરેલી ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના આ ઐતિહાસિક અવસરે સમગ્ર અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો.
મુખ્ય સમારોહ દરમિયાન ગુજરાત પોલીસના શિસ્તબદ્ધ જવાનો દ્વારા ભવ્ય પરેડ યોજવામાં આવી હતી, જે અમરેલીવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગુજરાત પોલીસ અને જેલ પોલીસની મહિલા જવાનોએ શાનદાર રાઇફલ ડ્રીલ રજૂ કરી હતી. કાર્યક્રમને વધુ રોમાંચક અને વિહંગમ બનાવવા માટે અમરેલીની વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીઓએ મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ ઉપરાંત બાઈક સ્ટંટ શો, ડોગ-શો, માઉન્ટેડ અશ્વ-શો અને ટેન્ટ પેગીંગના દિલધડક કરતબો યોજાયા હતા. શારીરિક અને માનસિક સુખાકારી દર્શાવતા યોગના વિવિધ આયામોની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
કાર્યક્રમનું સુચારુ સંકલન થાય અને તેની ગરિમા જળવાઈ રહે તે માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના આ મુખ્ય સમારોહમાં રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ.કે. દાસ, અધિક અગ્ર સચિવ અંજુ શર્મા અને રાજ્યના DGP જી.એસ. મલિક સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મોટી સંખ્યામાં નાગરિકોએ પણ સમારોહમાં હાજરી આપી હતી.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026