ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરી
January 21, 2025
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર એસ.મુરલીકૃષ્ણે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી છે. જે અનુસાર, 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો.
રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્ણને જણાવ્યું છે કે, રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 66 નગર પાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ.
આ સિવાય ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો. બોરસદ, સોજીત્રા જેમાં OBCની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે.
નોંધનીય છે કે, રાજ્યમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા ઓ.બી.સી., 14 ટકા એસ.ટી. અને 7 ટકા એસ.સી. અનામત બેઠકો રહેશે.
રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગર પાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઈ શકી નથી.
Related Articles
દેશભરમાં દશેરાની ઉજવણી: રક્ષા મંત્રીએ દાર્જિલિંગમાં શસ્ત્ર પૂજા કરી
દેશભરમાં દશેરાની ઉજવણી: રક્ષા મંત્રીએ દા...
કુપોષણની સમસ્યાના ઉકેલ માટે ભારતને 'A' ગ્રેડ : બિલ ગેટ્સ
કુપોષણની સમસ્યાના ઉકેલ માટે ભારતને 'A' ગ...
Sep 18, 2024
જાપાનમાં સિંગાપુર એરલાઈન્સના વિમાનમાંથી અચાનક ધૂમાડો નીકળતા તંત્ર ચિંતિત
જાપાનમાં સિંગાપુર એરલાઈન્સના વિમાનમાંથી...
Aug 13, 2024
પાકિસ્તાનના બન્નુ શહેરમાં પ્રચંડ વિસ્ફોટ : ઈમારતો અને દુકાનોનો કચ્ચરઘાણ
પાકિસ્તાનના બન્નુ શહેરમાં પ્રચંડ વિસ્ફોટ...
Jul 15, 2024
પીએમ મોદીએ પુતિનના નિવાસસ્થાને કરી મુલાકાત : અનેક મુદ્દા પર કરી ચર્ચા
પીએમ મોદીએ પુતિનના નિવાસસ્થાને કરી મુલાક...
Jul 09, 2024
હમાસ બાદ હિઝબુલ્લાનો ઈઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો
હમાસ બાદ હિઝબુલ્લાનો ઈઝરાયલ પર અત્યાર સુ...
Jul 06, 2024
Trending NEWS
21 January, 2025
21 January, 2025
21 January, 2025
21 January, 2025
21 January, 2025
21 January, 2025
20 January, 2025
20 January, 2025
20 January, 2025
20 January, 2025
Oct 12, 2024