'મારો જન્મ ખોટી જનરેશનમાં થઇ ગયો...', જલદી લગ્ન કરી સેટલ થવા માગે છે જાણીતી અભિનેત્રી

September 28, 2024

રિયાલિટી શૉથી જાણીતી બનેલી જીયા શંકર તમને યાદ હશે, જેણે રિતેશ દેશમુખની ફિલ્મ વેદમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જીયાએ તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં લગ્ન અને ડેટિંગ પર ખુલીને વાત કરી છે. જીયાએ કહ્યું કે, 'મને હૂકઅપ કલ્ચરથી નફરત છે. હું હવે 30 વર્ષની થઈ ગઈ છું અને જલદી જલદી લગ્ન કરી લેવા માંગુ છું.'  જિયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'હું જૂના વિચારો ધરાવું છું. હું ખોટી જનરેશન અને સમયે જન્મી છું. આ હૂકઅપ કલ્ચર ક્યારે આવ્યું? મને નફરત શબ્દ બોલવો પસંદ નથી, પણ હું હૂકઅપને નફરત કરું છું. મારાથી એ ના થાય.' લગ્ન વિશે વાત કરતાં જિયાએ કહ્યું, “હવે એવું બન્યું છે કે વધુમાં વધુ બે વર્ષ, જો આ બે વર્ષમાં મને કોઈ નહીં મળે, તો હું મમ્મીને કહીશ કે એરેન્જ્ડ મેરેજનો સમય આવી ગયો છે... હું એ છોકરી છું જે લગ્ન કરવા માંગે છે, જેને પરિવાર જોઈએ છે, જેને ત્રણ બાળકો જોઈએ છે.' જીયાએ કહ્યું કે, 'હું અત્યારે ૩૦ વર્ષની છું મારે હવે સમય વધુ પસાર કરવો નથી. હું ૨૦ વર્ષની હતી ત્યારે પણ મને ખબર હતી કે મારે શું જોઈએ છે... કારણ કે હું વિખેરાયેલા પરિવારમાંથી આવું છું, મને હંમેશા એક મોટો પરિવાર અને પ્રેમ જોઈતો હતો. મને સંયુક્ત કુટુંબ બહુ ગમે છે. હું તેના પરિવાર સાથે રહેવા માંગુ છું, તેમને પ્રેમ કરવા માંગુ છું, તેમના દ્વારા પ્રેમ મેળવવા માંગુ છું.'