ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પર 'પાકિસ્તાન' વિવાદમાં ICCનું રિએક્શન, શું ભારતને નડશે આ નિયમ?

January 22, 2025

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની કોઈ પણ ઇવેન્ટમાં જે દેશ યજમાની કરી રહ્યો છે તે દેશનું નામ લખેલી જર્સી દરેક ખેલાડીઓને પહેરવાની હોય છે. T20 વર્લ્ડકપની યજમાની BCCIએ કરી હતી પરંતુ ટુર્નામેન્ટ યુએઈમાં યોજાઈ હતી. તે સમયે પણ દરેક ખેલાડીઓની જર્સી પર ટુર્નામેન્ટમાં લોગોની સાથે ભારતનું નામ લખ્યું હતું. જો કે, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ભારતીય ટીમ આવું કરશે નહી. ભારતીય ટીમ પાકિસ્તાનનું નામ જર્સી પરથી હટાવી દેશે. હવે આ અહેવાલ પર ICCએ પ્રતિક્રિયા આપી છે.  એક રીપોર્ટ અનુસાર ICCના અધિકારીએ જણાવ્યું હતું કે, 'ટુર્નામેન્ટનો લોગો પોતાની જર્સી પર લગાવવો દરેક ટીમની જવાબદારી છે. બધી ટીમે આ નિયમનું પાલન કરવું અનિવાર્ય છે. આગળ તેમણે કથિત રીતે જણાવ્યું કે, જો ખેલાડીઓની કીટ પર યજમાન દેશ પાકિસ્તાનના નામ સાથે ચેમ્પિયન્સ ટ્રોફીનો લોગો નહીં લગાડ્યો હોય તો ભારતીય ટીમ વિરુધ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.' અગાઉ એશિયા કપ 2023 દરમિયાન ભારતીય ટીમ પાકિસ્તાનનું નામ લખેલી જર્સી પહેરી ચૂકી છે. પરંતુ આ વખતે પણ આવું જ થશે કે નહી તે જોવું રહ્યું?