બોલિવૂડમાં મારું કરિયર ખતમ કરવા લોકોએ ષડ્યંત્ર કર્યા હતા, ગોવિંદાનો સનસનીખેજ દાવો
March 11, 2025

હું ખુદને થપ્પડ મારું છું ગોવિંદાએ આ તમામ વાતો મુકેશ ખન્નાની યુટ્યુબ ચેનલ ભીષ્મ ઈન્ટરનેશનલ પર કહી હતી. અભિનેતાએ કહ્યું કે, 'જ્યારે લોકો એવું લખે છે કે મારી પાસે કામ નથી. તો હું કહેવા માગુ છું કે મેં 100 કરોડ રૂપિયાની ફિલ્મને ઠુકરાવી દીધી હતી. હું ઘણી વાર અરીસામાં મારી જાતને જોઉં છું અને આ પ્રોજેક્ટનો ઈનકાર કરવા બદલ ખુદને થપ્પડ મારુ છું.' હું મારી જાતને કહું છું કે, 'તું પાગલ થઈ ગયો છે, આ પૈસામાંથી તારો ખર્ચ નીકળી શક્યો હોત.' ફિલ્મમાં એ જ રોલ હતો જે હાલમાં કામ કરી રહ્યો છે. પણ હું કહેવા માંગુ છું કે, 'તમારે હંમેશા ખુદને સત્ય બોલવું જોઈએ. પોતાને સત્ય કહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તમારી અંદરનો અવાજ સાંભળવો પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે.' ગોવિંદાએ એ દિવસો પણ યાદ કર્યા જ્યારે ઈન્ડસ્ટ્રીમાં કથિત રીતે તેમની બદનામી કરવામાં આવી હતી. આ સાથે જ એટેક પ્લાન કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, હું બદનામીના સમયમાંથી પસાર થયો. આ બધુ પહેલાથી નક્કી જ હતું. તે લોકો મને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હટાવવા માગતા હતા. હું સમજી ગયો કે, હું એક અભણ વ્યક્તિ છું અને ભણેલાઓની વચ્ચે આવી ગયો અને તે લોકો મને હટાવવા માગે છે. હું એ લોકોનું નામ ખરાબ કરવા નથી માગતો પરંતુ મને નોતી ખબર કે તેઓ કઈ હદ સુધી જશે. મારા વિરુદ્ધ ષડયંત્ર શરૂ થઈ ગયા હતા. ઘરની બહાર લોકો બંદૂક સાથે પકડાયા. આ બધા ષડયંત્રો બાદ મારો સ્વભાવ બદલાઈ ગયો. આ પહેલા એક ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ કહ્યું હતું કે, 'પોતાના પણ પરાયા થઈ જાય છે.' જૂના દિવસો યાદ કરતાં અભિનેતાએ કહ્યું કે, 'છેલ્લા 14-15 વર્ષોમાં મેં ઘણા પૈસા ઈન્વેસ્ટ કર્યા. લગભગ 16 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકોએ મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. મારી ફિલ્મ થિયેટર સુધી ન પહોંચવા દીધી. તેઓ મારું કરિયર ખતમ કરવા માગતા હતા. જે થઈ ન શક્યું.' જ્યારે ગોવિંદાને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મ ઉદ્યોગમાં તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર થયું? આનો જવાબ આપતા ગોવિંદાએ કહ્યું- 'હા, બિલકુલ થયુ. જેમ લોકો કહે છે - આપણા પોતાના પણ પરાયા બની જાય છે. જો તમારું નસીબ તમારી સાથે ન હોય તો તમારા પોતાના લોકો પણ તમારી વિરુદ્ધ થઈ જાય છે.'
Related Articles
સામંથા અને દિગ્દર્શક રાજ વચ્ચે અફેરની અફવા ચગી
સામંથા અને દિગ્દર્શક રાજ વચ્ચે અફેરની અફ...
Mar 11, 2025
ઈબ્રાહિમ-ખુશીની નાદાનિયાં જોઈને ચાહકોએ માથું કૂટયું
ઈબ્રાહિમ-ખુશીની નાદાનિયાં જોઈને ચાહકોએ મ...
Mar 10, 2025
IIFAમાં છવાઈ કરીના કપૂર, દાદાને શ્રદ્ધાંજલિ આપવા 'જૂતા હૈ જાપાની' ગીત પર કર્યું દમદાર પરફોર્મ
IIFAમાં છવાઈ કરીના કપૂર, દાદાને શ્રદ્ધાં...
Mar 10, 2025
તમન્નાએ લગ્ન માટે જીદ પકડતાં બ્રેક અપ થયાની ચર્ચા
તમન્નાએ લગ્ન માટે જીદ પકડતાં બ્રેક અપ થય...
Mar 08, 2025
તમન્ના ભાટિયા અને વિજય વર્માનું બ્રેક અપ થઈ ગયું
તમન્ના ભાટિયા અને વિજય વર્માનું બ્રેક અપ...
Mar 05, 2025
ગોવિંદાની ભાણીએ ધર્માંતરણ કર્યું...? ખ્રિસ્તી ધર્મના અંગીકારની ચર્ચા વચ્ચે તોડ્યું મૌન
ગોવિંદાની ભાણીએ ધર્માંતરણ કર્યું...? ખ્ર...
Mar 05, 2025
Trending NEWS

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025