IND vs PAK:પાકિસ્તાન સામે 47મી સદી ફટકારનાર ‘કિંગ કોહલી’એ તોડ્યો સચિનનો રેકોર્ડ
September 12, 2023

એશિયા કપ 2023ના સુપર 4 માં ભારતીય ટીમનો પાકિસ્તાનની ટીમ સામે મુકાબલો થયો હતો. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીનો રુઆબ જોવા મળ્યો. કોહલીએ પોતાના ઈન્ટરનેશનલ કરિયરની 77મી તથા વનડે ઈન્ટરનેશનલની આ 47માં સદી પુરી કરી. કોહલીએ 94 બોલમાં 122 રન બનાવી અણનમ રહ્યો હતો. જેમા તેણે 9 ચોકા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
આ ઈનિંગ દરમ્યાન કોહલી વનડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પુરા કરનારા બેટ્સમેન બની ગયો છે. કોહલીએ આ બાબતે દેશના સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા સચિન તેંડુલકરે 321 ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા હતા. તો વિરાટે આ ઉપલબ્ધિ મેળવવા માટે માત્ર 267 ઇનિંગ્સ લીધી છે. આમ જોઈએ તો આ વિશેષ સંયોગ જોવા મળ્યો છે કે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પણ 13 હજાર રન પાકિસ્તાન સામે જ પુરા કર્યા હતા. તેમણે 16 માર્ચ 2004માં રાવલપીંડીમાં 330 મેચોની 321મી ઈનિંગ્સમાં આજ રીતે કર્યુ હતું. તે મેચમાં સચિને 141 રનોની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં ભારતે પાકિસ્તાનને 12 રનોથી હરાવ્યું હતું.
વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 13 હજાર રન
વિરાટ કોહલી- 267 ઈનિંગ્સ, કોલંબો 2023
સચિન તેંડુલકર- 321 ઈનિંગ્સ, રાવલપિંડી 2004
રિકી પોન્ટિંગ- 341 ઈનિંગ્સ, ઓવલ 2010
કુમાર સંગાકારા- 363 ઈનિંગ્સ, હમ્બનટોટા 2014
સનથ જયસૂર્યા- 416 ઈનિંગ્સ, દાંબુલા 2009
Related Articles
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેવાની ઈચ્છા, જુઓ BCCIએ શું કહ્યું
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી...
May 10, 2025
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી બાદ બની ગયો 'દેશભક્ત'
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી...
May 10, 2025
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
Trending NEWS

10 May, 2025